________________
સમયને ઓળખો.
નાની ચાદર કે પેલી રેશમ જેવી હલકી કાંબળ આવે છે, તે જરા મુંબઈ જઈને મોકલજે હોકે, કંઇ વધારે કિંમતની ન મોકલજે. લગભગ ૭૫ થી ૧૦૦ સુધીની જ હોય, આ સ્થિતિ !
આટલેથી જ નથી અટક્યું ! આથી પણ આગળ વધીને સાધુએ ખુશામત કરતા થાય છે. ઈરછાઓની તૃપ્તિને માટે સુંદર સુંદર–કપડાં અને ખાનપાન મળે, એટલા માટે હેટા મહેતા ગૃહસ્થાના ઘરમાં આવ-જા શરૂ કરવી, વાત ચીતથી અને એમનાં બાળકોને પ્યારથી બોલાવી-રમાડી ગૃહસ્થોને આકર્ષવા, આ બધું શું છે ? દાસવૃત્તિ કે બીજું કઈ ? ગૃહસ્થાનાં બાળબચ્ચાં હજુ આંખ ચોળતાં ઉઠયાં યે ન હોય, ગૃહસ્થના ઘરમાંથી હજુ ઝાડુકાએ ન નીકળ્યો હોય, અને ચા-દૂધની તરપણુઓ ભરવા * ધર્મલાભ ” દેતા ઉભા રહેવું, એને અર્થ શો છે ? માંગણવૃત્તિ કે બીજું કંઈ ?
પરન્તુ વિચાર કરવાની વાત છે કે આ બધું શાથી બને છે ? લોભવૃત્તિથી-લાલચવૃત્તિથી–ઈદ્રિના દાસ બનવાથી. અને ઈદ્રિના દાસ થવું, એ પિતાના કર્તવ્યથી-ધર્મથી નીચે ઉતરી જવા બરાબર છે. જે આવી જ સ્થિતિ વધારે સમય ચાલુ રહી, અને નાયકોએ કંઈપણ સુધારે કરવાનું લક્ષ્યમાં નહિં લીધું, તે આજે જે આક્ષેપ અજૈન સાધુઓ ઉપર થાય છે, તેજ આક્ષેપ જૈન સાધુઓ ઉપર પણ થવાને સમય આવે, તો એમાં નવાઈ પામવા જેવું શું છે ?
આ માંગણવૃત્તિ, જેમ, “જે માંગણવૃત્તિ કરનાર છે,' એને માટે દુઃખકર્તા છે, તેમ જેની આગળ “માંગણવૃત્તિ કરવામાં આવે છે, એને પણ દુઃખકત્તો થાય છે. એક માંગવાવાળો માણસ જ્યારે બીજાની આગળ જઈને ઉભો રહે છે અને કઇ પણ ચીજની
ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com