________________
સમયને ઓળખે.
જોવા જ જોઈએ. પરંતુ ગુણે જોવાની તે વાત દૂર રહી, કેટલીક દીક્ષાઓ તે, એ દીક્ષાના ઉમેદવારની સુરત શકલ જોયા વિના પણ થઈ જાય છે, ત્યાં પછી ગુણેની કયાં વાત કરવી.
ઉપરના ગુણોનું બારીકાઇથી અવલોકન કરવામાં આવે, તો દરેક વાચકને સ્પષ્ટ જણાશે કે અત્યારે દીક્ષાને નામે જે અંધાધુંધી ચાલી રહી છે, કલકત્તાના અજાયબ ઘરમાં મૂકવા જેવાં પૂતળાંઓને પણ જે દીક્ષાઓ અપાઈ રહી છે, એકથી બીજાને ને બીજાથી ત્રીજાને ઠગીને માલ ખાટી જનારાઓને જે દીક્ષાઓ અપાઈ રહી છે, મનુષ્યાકૃતિમાં હોવા છતાં બહુચરાજીના..ની માફક ચેષ્ટા કરનારાઓને પણ જે દીક્ષાઓ અપાઈ રહી છે, બાર વાગે આહાર કરવા બેસે અને ૩-૪ વાગે ઉઠે, એવા ભોજનાનંદિને જે દીક્ષાઓ અપાઈ રહી છે, નહાની ઉમ્મરના બાલકોને નસાડી ભગાડી, અને તેનાં માતપિતાઓને કકળાટ કરાવી જે દીક્ષાઓ અપાઈ રહી છે, એક ઘરથી બીજું ઘર અને બીજા ઘરથી ત્રીજું ઘર માંડનારાઓને જે દીક્ષાઓ અપાઈ રહી છે, તેમ જૈન અને અજૈન વર્ગમાં પણ જૈન ધર્મની અસાધારણ નિંદા થાય, એવા સોગવાળી પણ જે દીક્ષાઓ અપાઈ રહી છે. એ બધી કયાં સુધી યોગ્ય છે ?
ઉપરના ગુણમાં ખાસ ધ્યાન ખેંચનારા ગુણે આ છે –
૧ સંસારની નિસારતાને જાણનારા હેય, સંસારથી ઉદિન ચિત્તવાળા હેય. હવે વિચારવાનું એ છે કે જેનું મન સંસારથી બિલકુલ વૈરાગી બની ગયું છે, એને નાસવા-ભાગવાની જરૂર ખરી કે ? અને ગુરૂજીને પણ એના માટે નાના પ્રકારનાં કપટ પ્રપંચે કરવાની જરૂર ખરી કે ? બીજા મહાવ્રતને અભરાઈએ મૂકવાની જરૂર ખરી કે ?
૨ રાજદિન સમ્મત હોય અર્થાત એની દીક્ષામાં કઈ મહટાઓનો
ર૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com