________________
દીક્ષા.
વિરોધ ન હોય. આ ગુણથી સ્પષ્ટ થાય છે કે સંધને વિરોધ હોય, એવી દીક્ષા પણ સાધુથી કેમ આપી શકાય ? વળી નસાડવા ભગાડવા એ પણ એક પ્રકારને રાજ્યદ્રોહ નહિં તે બીજું શું છે ?
૩ દીક્ષા લેનાર અદ્રોહી હેય. એક સ્થાનથી નાસી છૂટેલે બીજે સ્થળે દીક્ષા લેવા જાય, એક સ્થળેથી કપડા કાંબળીઓની ધાપ મારીને બીજે સ્થળે લેવા જાય, એવા માણસો અદ્રોહીઅવંચક કહેવાય કે નહિં ? એને વિચાર ભાગવતી દીક્ષા (!) ના ઉપાસકેએ જરૂર કરવો ઘટે છે.
૪ સુંદર શરીરવાળે. આ ગુણ ઉપર ધર્મસંગ્રહની ટીકામાં અને પ્રવચન સાધારમાં પણ સારી રીતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એવી આકૃતિવાળા–એવા અંગે પાંગવાળા કે જેમને જોતાંજ સુગ ચઢે, સાથે વાત કરતાંજ લેકેને ધૃણા થાય, એવાએને પરમાત્માના પ્રતિનિધિ બનાવવા, એ શું પરમાત્માની પરમ પવિત્ર દીક્ષાને લજજાવવા બરાબર નથી શું ? કમમાં કમ દીક્ષિતનું એટલુ રૂ૫ દેવું જ જોઈએ કે જેના ઉપર દીક્ષાનું તેજચારિત્રનું તેજ એપી ઉઠે. હાથીની અંબાડી રાજભના ઉપર ચઢાવવી, એ, અંબાડીને અપમાનિત કરવા જેવું નથી શું ? હા, એ હુ માનું છું કે, ચારિત્રને સંબંધ આત્માની સાથે છે, આત્મગુણોની સાથે છે, એમાં શરીરની સુંદરતા કે શરીરનું વિકલપણું કંઈ લાભનુકશાન કરતા નથી, તો પણ બાહ્યદૃષ્ટિથી જ્યારે આપણે ચારિત્ર આપીએ છીએ, તે પછી બાહ્યદષ્ટિએ સમુચિત યોગ્યતા પણ જેવી. એ સૌ કઈ કબુલ કરશે. ચારિત્રના ગુણ આત્માની સાથે સંબંધ રાખે છે. તેમ જાણવા છતાં પણ આપણે વેષને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. થોડી વાર પહેલાં એક માણસ બધા ગૃહસ્થાની સાથે હરે છે ફરે છે, કેઈ હાથે જડતું નથી, પરંતુ થોડી જ વારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com