________________
રીણા.
सहयोगोलकसमानो, यतो यतः स्पन्दते ततस्ततोऽ झावित्वात् षट्कायवधो भवति । तथा निरनुकम्पाः ममनाः यदेवं बालानपि बलाहीक्षाकारागारे प्रक्षिप्य स्वच्छन्दसमुच्चिदम्तीति जननिंदा ।"
ઉપરના કથનથી એ સ્પષ્ટ થાય છે કે બાલ્યવયમાં દીક્ષા આપવાથી, એ દીક્ષિતધારા ષકાયની વિરાધનાને ભય છે, અને બીજુ કારણ એવી દીક્ષાથી જૈન ધર્મની-જૈન સાધુઓની નિંદા થવાનો ભય છે.
આ બને કારણે વિચારવા જેવાં છે. પકાયની વિરાધના અને જનનિદાને ભય, જે આઠ વર્ષથી ઉપરની ઉમ્મરમાં પણ હોય, તે શું દીક્ષા આપવી ? જે કારણોથી બાલ્યવયમાં–આઠ વર્ષથી નીચી ઉમરમાં દીક્ષા આપવાનો નિષેધ કરવામાં આવ્યું છે. એજ કારણ જે બીજી કઈ અવસ્થામાં પણ હોય, તે એ સૌ કોઈ સમજી શકશે સ્વીકારી શકશે કે એવી અવસ્થામાં દીક્ષા નજ આપી શકાય.
દીક્ષા” એ તે જગતને અનુમંદનાનું કારણ હોય, “દીક્ષા એ તે બીજાઓને ધર્મના માર્ગ તરફ પ્રેરણાનું કારણ હોય, દીક્ષા' એ તે બીજાઓને પ્રશંસવાનું કારણ હોય, એ “દીક્ષા” એવી અવસ્થામાં કેમ આપી શકાય, કે સ્થી હજારો માણસો અધર્મ પામે, હજારે માણસ જૈન ધર્મની અને જૈન સાધુઓની નિંદા કરે !
આ પ્રસંગે પણ હું સ્મરણ કરાવીશ કે જેઓ નહાની ઉમ્મરની દીક્ષાનાં ઉદાહરણ બતાવીને પિતાના મતની પુષ્ટિ કરે છે, તે ખરેખર જાણી જોઈને બીજાઓને ભ્રમમાં નાખે છે. આપવાદિક ઉદાહરણે વિધિ માર્ગ તરીકે પ્રમાણભૂત ન હોઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com