________________
સમયને ઓળખે.
વૃદ્ધાવસ્થાના સંબંધમાં કર્તાએ કહ્યું છે કે સિત્તેર વર્ષથી ઉપરની ઉમર વૃદ્ધાવસ્થામાં ગણાય છે, વળી કેટલાક સાઠ વર્ષથી ઉપરની ઉમ્મરને પણ ગણે છે. છેવટે એમ પણ કહ્યું કે-જે કાળમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય હેય. તેના દસ ભાગ કરવા, તેમાં આઠમા, નવમા અને દશમાં ભાગમાં જે વર્તમાન હેય, તે વૃદ્ધ કહી શકાય.
આ તે એક ગણતરી માત્ર છે. પરતુ ખરી રીતે શાસ્ત્રકારેએ આટલી અવસ્થા બતાવેલી હોવા છતાં પણ, ધારે કે કોઈ કોઈ માણસ એથી ઓછી ઉમ્મરમાં પણ શક્તિથી હીન થઈ ગયે હાય અને વૃદ્ધાવસ્થાનાં તમામ લક્ષણો તેનામાં આવ્યાં હોય, તે તેને શું આપણે વૃદ્ધ નહિ ગણુએ ? શું એવા ઉમ્મરના ન્હાના, પરતુ શક્તિથી હીન થયેલાડોકરાને દીક્ષા આપીશું ? તેવી જ રીતે બાલ્યાવસ્થા માટે પણ સમજવું જોઈએ. બાલ્યાવસ્થા વ્યતીત થઈને યુવાવસ્થામાં કઈ માણસ પ્રવેશ કરતે હોય, પરંતુ તેનામાં જે એક બાળકના જેવાં લક્ષણો છે અથવા એક બાળકના જેવાજ સગે છે, તો તેવી અવસ્થામાં દીક્ષા કેમ આપી શકાય !
ઉપસંહાર,
હવે ઉપસંહારમાં માત્ર એટલું જ કહીશ કે–દીક્ષા આપનારાઓએ “ દીક્ષા ” લેવા આવનારના તમામ પ્રકારના સંયોગો જોવાની જરૂર છે. માત્ર પોતાને ચેલો થશે–હું વધારે શિષ્યોને ગુરુ કહેવાઈશ, આટલું જ લક્ષ્ય રાખીને બીજાનું ગમે તે થાય, દુનિયાં નિંદે કે સ્ત, ધર્મની હીલણ થાય કે ગમે તે થાય, ઇત્યાદિ બાબતેને જરા પણ વિચાર કર્યા વિના ધબેડે રાખવું, એ એક પ્રકારે શાસનનું દ્રોહીપણુંજ કહી શકાય, જે પરમાત્માના શાસનમાં
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com