________________
સમયને ઓળખે.
ધર્મ સંભાળીશું–આપણા કર્તવ્યને-નિયમને અનુસરી જીવન વ્યતીત કરીશું, તે બીજાઓને નિંદા કરવાને કે ઘણું કરવાને કે તિરસ્કાર કરવાને પ્રસંગ નહિ જ આવે.
પિતાને વૈરાગ્યમાં સૌથી પહેલાં તો એ પણ વિચાર કર
આ બધા વિચાર જેમ દીક્ષિતેઓ-સાધુઓએ કરવાને છે તેવીજ રીતે જેઓ દીક્ષાના ભાવિકે છે, દીક્ષાના ઉમેદવારે છે, દીક્ષા લેવા માટે આમ તેમ દડદડા કરે છે તેમણે પણ વિચાર કરવાને છે. દક્ષિાના ઉમેદવારેએ સૌથી પહેલાં તો એજ વિચાર કરવાને છે કે પિતાને વૈરાગ્ય કેટલે છે, સંસારની વાસનાઓથી પિતાનું મન કેટલું ઉઠન થયું છે, અને પોતે “ દીક્ષા ના મહત્વને કયાં સુધી સમજી શક્યા છે. “ દીક્ષા ” શી વસ્તુ છે ? “ દીક્ષા માં કેવાં કેવાં કષ્ટોને મુકાબલે કરવો પડે છે ? “દીક્ષા ” લીધા પછી પોતાના કર્તવ્યને બનાવવા માટે બરાબર તૈયાર રહેવાશે કે કેમ ? અને
દીક્ષા લેવામાં કેટલી જવાબદારિયે શિર ઉપર આવવાની છે ? આ બધી બાબતેનો દીક્ષાના ઈચ્છકે જેમ વિચાર કરવાનો છે, તેવીજ રીતે જેની પાસે તે દીક્ષા લેવા જાય છે તે ગુરૂની બરાબર પરીક્ષા કરી છે કે કેમ ? એ ગુરૂની પ્રકૃતિ પોતાની પ્રકૃતિથી મળતી આવે છે કે કેમ ? એ ગુરૂ ચારિત્રધર્મમાં સ્થિર છે કે કેમ ? એ ગુરૂ કેવળ આત્મકલ્યાણની ભાવનાથી દીક્ષા આપે છે કે એમાં બીજે પણ કંઈ સ્વાર્થ રહેલો છે ? ઇત્યાદિ કેટલીએ બાબતને દીક્ષાના ઈચ્છકે વિચાર કરવો જોઈએ છે. ઘરના કલેશથી કે માતા પિતાના ઠપકાથી અથવા બીજા કોઈ કારણે કંટાળી ક્ષણિક વૈરાગ્યમાં તણાઈ દીક્ષા સંબંધી સ્વપ્નમાં પણ કંઈ વિચાર કર્યા વિના ગુરુ પાસે દેડી જવું અને ગુરૂજીને પ્રાર્થના કરવી કે “મને તે સંસાર ખારે ઉસ જેવો લાગે છે, મને જલદીથી દીક્ષા આપે, ' એને અર્થ કંઇ જ
૧૯૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com