________________
દીક્ષા.
આ એક વિચારણીય પ્રશ્ન છે. દીક્ષા લેનારમાં જેમ રેગ્યતા જેવી પડે છે-જેવી જોઈએ છે, તેવી જ રીતે દીક્ષા આપનારને પણ પિતાની યોગ્યતાને પહેલાં વિચાર કરવો ઘટે છે. “ દીક્ષા આપવી ” એટલે બીજા જીવોની જીવનદોરીને પોતાના હાથમાં લેવાની છે. દીક્ષા આપવી, એટલે બીજા જીવોના આત્મોદ્ધારની જવાબદારી પોતાના શિરપર લેવાની છે. દીક્ષા આપવી, એ કંઈ બાળકના ખેલ નથી. દીક્ષા આપનારમાં ઘણું ઘણું યોગ્યતાઓ જોઈએ છે. દીક્ષા આપવામાં ખાસ મહત્ત્વના ગુણ હોવા જોઈએ છે. પરંતુ અત્યારે તો જૈન સમાજમાં ગમે તેવો વેષધારી બીજા જીવને દીક્ષા આપી દે છે. સદાચારી કે દુરાચારી, ભણેલા કે અભણ, વ્યવહાર કે અવ્યવહારજ્ઞ, સમયજ્ઞ કે અસમયજ્ઞ–ગમે તે હશે, પણ ભગવાનનાં પ્રકાશિત કરેલાં, અરે, ભગવાને સ્વયં આદરેલાં પાંચ મહાવ્રતનું ઉચ્ચારણ કરાવે છે. પાંચ મહાવ્રત બીજાઓને આપે છે. હવે કયાં કરવો યોગ્યતા-અયોગ્યતાને વિચાર ? ગમે તેવી સ્થિતિ પતે ભેગવવા છતાં પણ ગુરૂ બનવા માટે રાત દિવસ હાય હાય કરવી, ધમપછાડ કરવી, ઉત્કટ ઇચ્છાઓ કરવી, એ “ગૃહસ્થોની પુત્ર પ્રાપ્તિની ઈચછા ” ની સાથે બે કે તેથી પણ નીચી કેટીએ મૂકવા જેવી ઈચ્છા નથી શું ?
ગ્ય પુરૂષ, બીજાનું કલ્યાણ ઇચછીને યોગ્ય ગુરૂષને, યોગ્ય અવસ્થામાં, યેગ્ય સંજોગોમાં દીક્ષા આપે, તો તેમાં કેઈને કંઈ કહેવા જેવું હોય જ નહિ, પરંતુ પોતામાં યોગ્યતાનો છાંટો કે ન હોય, અને બીજાના તારણહાર બનવાને પ્રયત્ન કરે, એ બીજાના જીવન ઉપર પાણી ફેરવવાનો પ્રયત્ન નથી શું ? ખરી વાત એ છે કે પોતાના સ્વાર્થ આગળ મનુષ્ય સત્ય વસ્તુને ભૂલી જાય છે. અને બીજાના જીવનને જરાયે ખ્યાલ
૧૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat