________________
સમયને ઓળખો.
સામાન્ય કાર્ય પણ કોઈને સેંપવું હોય છે, તે પહેલાં તેની પરીક્ષા કરીએ છીએ. તે કાર્ય માટે તેની યોગ્યતા જોઈએ છીએ, તો પછી મહાવીરના વડીલ પુત્ર, ત્યાગની મૂર્તિ, લાખે મનુષ્યના આદર્શ તરીકે ઉભા કરવા પહેલાં એના ઉમેદવારની યેગ્યતા-અગ્યતાને જરા પણ વિચાર ન કરીએ, અને જે આવ્યું તેને મૂડિયે, અને ધપાવે રાખીએ એ કેટલું બેહુદુ, શાસનને માટે કેટલું ઘાતક અને સમાજને માટે કેટલું હાનિકર્તા હેઈ શકે, એ સહજ સમજી શકાય તે વિષય છે. ખરૂં પૂછીએ તે અત્યારની છિન્નભિન્નતા અંધાધુંધી, એ વિના પરીક્ષાએ ધબેડયા રાખ્યાનું જ પરિણામ છે. અને આવી જ રીતે નિરંતર પ્રવૃત્તિ જે ચાલુ રાખીશું, તે એ નિશ્ચિત છે કેસાધુ સંસ્થા પ્રત્યે જે કંઇ બચ્ચે-બચાવ્યો સદ્દભાવ રહ્યો છે, તે પણ ખોઈ બેસવાને સમય આવશે, અને અત્યારે હિંદુ-સાધુઓની જે દશા થઈ રહી છે, તે જ દશા કદાચ જૈન સાધુઓ માટેની પણ થાય.
અએવ મુનિવર્ગે ચેતવાની જરૂર છે, અને જે કંઈ નવા સાધુઓ કરવામાં આવે, તેમની પરીક્ષા કરવાનું અવશ્ય ધ્યાનમાં લેવું જોઈએ.
દીક્ષાના ઉમેદવારમાં કયા કયા ગુણે હેવા જોઈએ, ” એનું વર્ણન પ્રવચન સારોદ્ધાર, કામસૂત્ર તથા પસંદ આદિમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. એ વર્ણન ઉપર આપણે દૃષ્ટિપાત કરીએ, તે પહેલાં આપણું સ્થૂલ બુદ્ધિથી નિહાળતાં દીક્ષાના ઉમેદવારમાં મુખ્ય કયા ગુણે અનિવાર્ય દેખાય છે, તે જ જોઈ લઈએ.
સૌથી પહેલાં “ દીક્ષા ” ના ઉમેદવારમાં એ જોવું જરૂરનું છે કે તે પાંચ મહાવતેને પાલન કરવાનું સામર્થ્ય ધરાવે છે કે કેમ?
૨૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com