________________
દીક્ષા.
ઉપાય સંબધિને સમજાવી શકે છે. જબરદસ્તીથી જે ઘરમાં લઈ જાય તે પણ આખરે તે એના વૈરાગ્યને આધીન સંબંધિને થવું જ પડે છે, તે પછી નાસવા-ભાગવાનું શું કારણ હશે, એ સમજી શકાતું નથી.
આ તે આપણે એગ્ય ઉંમરના વૈરાગિની-દીક્ષાના ઉમેદવારની વાત જોઈ, પરંતુ હાની ઉંમરના બાળકોને નસાડવા-ભગાડવા કે સંતાડવા સિવાય બીજો શો ઉપાય છે ? એમ જરૂર પ્રશ્ન ઉદભવી શકે છે.
પરંતુ આ પ્રશ્નનો ઉત્તર તે ત્યાંજ મળી જાય છે કે બાલ્યાવસ્થા અને વૈરાગ્ય એ બેને સંગ જ અકલ્પનીય છે. જો કે એ વાત ખરી છે કે મહેટાઓ કરતાં બાળકોમાં વૈરાગ્યના અંકુરે – સદ્ભાવનાઓ વધારે હોય છે, તેમનું હૃદય પણ કેમળ હોય છે, પરંતુ બાળકોને વૈરાગ્ય એટલે શું ? બાળકેને વૈરાગ્ય એ સાચે વૈરાગ્ય નહિ, પરંતુ એક પ્રકારને એ પણ મોહ છે-કૌતુક છે. બેશક પૂર્વજન્મના સંસ્કારેથી ઘણું બાળકોને સાધુનાં ઉપકરણો કે સાધુને જે તે તરફ તેનું ચિત્ત આકર્ષાય છે, પરંતુ ખરી રીતે એ વૈરાવ્યનું પરિણામ નથી હોતું.
આ પ્રસંગે ઘણુ ખરા શિષ્યલોભી મહાત્માએ ચરિતાનુવામાંથી એવાં દષ્ટાતો આપે છે કે જે બાળવયમાં દીક્ષા લીધા સંબંધી હોય છે. ચરિતાનુવાદમાંથી પાંચ પચીસ નહિ, બલ્ક સેંકડો ઉદાહરણ એવાં મળી શકે તેમ છે, પરંતુ ચરિતાનુવાદ એટલે શું ? ભૂલવું જોઇતું નથી કે ચરિતાનુવાદ એ વિધિવાદ નથી. ચરિતનુવાદ અને વિધિવાદમાં આકાશ પાતાળનું અંતર છે. અમુક માણસે અમુક કામ કર્યું, એટલે આપણે તે કરવું જ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com