________________
સમયને ઓળખો.
છે કે જ્યાં સુધી પૌગલિક ભાવની અસારતાનું જ્ઞાન થયું નથી, જ્યાં સુધી સંસારની અનિત્યતાનું ભાન થયું નથી, જ્યાં સુધી
આત્મકલ્યાણ' એજ જીવનનું ધ્યેય સમજાયું નથી, ત્યાં સુધી સાધુતા જ કેમ પ્રાપ્ત થઈ શકે ? અને જ્યાં સુધી સાધુતા નથી. પ્રાપ્ત થઈ, ત્યાં સુધી માત્ર મુંડન કે લુંચન, સફેદ કે પીળાં–તેજ માત્ર આપણું શું કલ્યાણ કરી શકે ?
માટે, “ દીક્ષા ” ના ઉમેદવારમાં ગુરૂએ સાથી પહેલાં વૈરાગ્ય વાસનાનું જરૂર નિરીક્ષણ કરવું જોઈએ. એટલું જ નહિ પરંતુ, એ વૈરાગ્યની પરીક્ષા પણ કરવી જોઈએ. આ પરીક્ષા અત્યારે કેટલી કરવામાં આવે છે ? એ કઈ કહી શકે તેમ છે ? અત્યારની દીક્ષાએમાં મોટે ભાગે એવી દીક્ષાઓ જોઈએ છીએ કે ગમે તેવો માણસ “ દીક્ષા ” નું નામ લેતે આવ્ય, કે ઝટ ગુરૂ મહારાજ તૈયાર છે. નથી પૂછાતું કારણ કે નથી જોવાતે વૈરાગ્ય. “ જે આગળ બેઠે ઉલાર નહિ ને પાછળ બેઠે ધરાળ નહિ ” એવો કોઈ આવ્યો, તે તે ઝટ મુડે ભાવિત્તા થઇ જ જશે, અને જે એમલાગ્યું કે પાછળ રોનાર–પીટનાર છે, તે તેને માટે રફુચકકરને ઉપાય તૈયાર જ છે. પેલા દીક્ષા લેવા આવનાર વૈરાગી () પણ સમજે છે કે ચાલે, મફતની રેલવે મુસાફરી મળે છે, ગામ ગામ ફરીશું, જોઈશું અને માલ પાણી ઝાપટીશું, ખોટું છે ?
પરતુ બુદ્ધિમાને વિચાર કરી શકે તેમ છે કે જેના અંતઃકરણમાં સાચે વૈરાગ્ય ઉત્પન્ન થયે છે, એને નાસવા ભાગવાની જરૂર ખરી કે ? વૈરાગ્ય કે જે દુનિયાને એક જુદી જ દિશામાં બતાવે છે, એ વૈરાગ્યને ધારણ કરનાર માણસ શું નાસી–ભાગી શકે ? અને એ ગુરૂજીને પણ નસાડવા-ભગાડવાની ઝંઝટમાં પડવું પડે ખરું કે? જેના અંતકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે તે ગમે તે
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com