________________
દીક્ષા. સાંસારિક વાસનાઓ ઉપરથી તેનું મન હઠયું છે કે કેમ ? સાંસારિક પ્રલોભને તેને ડગમગાવી શકે તેમ છે કે કેમ ? અર્થાત તેના હૃદયમાં વૈરાગ્યને અંકુર કયાં સુધી ફૂટયો છે ? અને તેની સાથે સાથે એ પરિક્ષા કરવી પણ આવશ્યક છે કે એને વૈરાગ્ય ચિરસ્થાયી રહી શકે તેમ છે કે કેમ ? શું ચેકસ કારણથી-માતાપિતાના કે કોઇના ઠપકા વિગેરેથી ગુસ્સાવાળો થવાથી તે તેને સંસાર ખારે નથી લાગ્યો ?
ઘણી વખત એવું બને છે કે પોતાના સંબંધિયો તરફનું જરા કંઈ નિમિત્ત મળવાથી માણસને એકદમ વૈરાગ્યને ઉભરે આવી જાય છે, પરંતુ એ ક્રોધ શાન્ત થયા પછી એને તેજ સંબંધિ યાદ આવે છે, અને પછી તેને વિચારે થાય છે કે “ દીક્ષા લેવાની ઉતાવળ ન કરી હત, તે સારું થાત, ” આ વિચારના પરિણામે કાં તે તે વેષ છોડીને ઘરે જઈ બેસે છે, અને કદાચિત, લજજાના કારણે દીક્ષા નથી છેડતે તો પણ તેને ચારિત્રને જે આસ્વાદ લેવો જોઈએ અથા મળવો જોઈએ, તે લેતે પણ નથી. અને મળતો પણ નથી અને તેથી દીક્ષિત અવસ્થામાં રહેવા છતાં પણ તે શુષ્ક જીવન–નીરસ જીવન વ્યતીત કરે છે. '
એટલા માટે વિરાગ્યની પરીક્ષા દીક્ષા આપનાર ગુરૂએ સૌથી, પહેલાં કરવી જોઈએ છે. બેશક, એ હું માનું છું કે દુ:ખગર્ભિત વૈરાગ્ય પણ કઈ વખતે આત્મકલ્યાણને સાધક બને છે. કંઇ બધાએને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થતું નથી. પરંતુ તેની સાથે સાથે એતે ખરૂં જ છે કે દુઃખગર્ભિત વૈરાગ્ય પણ ક્ષણિક તે નજ જોઈએ. પ્રારંભને એ દુઃખગર્ભિત વૈરાગ્ય ચોક્કસ સમય પછી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય રૂપે પરિણમ જ જોઈએ. કારણ કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, એજ સ્થાયી ભાવે રહી શકે છે અને એ વાત તે દેખીતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com