________________
રે
સમયને ઓળખે. છે, અને પતિ પ્રત્યે જે ભક્તિ હેવી જોઈએ, તે નથી રાખતી, કારણ કે તે એમ સમજે છે કે ધણું બહુ લપ્પડ સપડ કરશે તે દુનિયામાં બીજા ઘણાએ તૈયાર છે. એવી દશા આપણા સાધુ વર્ગની છે. છેવટે કઈ સાધુ પાસે ન દાળ ગળે તે સ્વતંત્રરામ થઈને ફરે છે, કારણ કે જૈન સમાજ પીળાંની પાછળ મુગ્ધ છે. પીતવસ્ત્રધારી અને એ મુહપતી રાખનાર દેખ્યા, એટલે આદરભાવ તૈયાર જ છે. એવું પૂછવાની કે જાણવાની જૈનસાજ ઓછીજ દરકાર કરે છે કે તમે કોણ છો? કેમના શિષ્ય છે? કેમ એકલા રખડે છે ? સમુદાયથી કેમ છૂટા પડયા છો? વિગેરે.
પરંતુ આ બધાનું મૂળ કારણ તપાસીએ તે આપણે કેટલાક ગુરૂઓમાં જે ગુરૂતા હોવી જોઈએ, એની ચૂતતાનું જ આ પરિણામ છે. જે ગુરૂઓ પિતાની ફરજ સમજતા હોય, સામુદાયિક સંગઠન કરીને તે પ્રમાણે ચાલતા હોય, શિષ્યભી ન હોય, સ્વયં ગુણને પ્રાપ્ત કરીને દીક્ષા આપવાની પદ્ધતિ રાખતા હોય તે આવા પ્રસંગે ન જ બને. અને બને તે પણ કવચિતજ. અસ્તુ.
કહેવાની મતલબ કે-ગુરૂ બનવું' એ પણ એકમેટી જવાબદારી ઉઠાવવા બરાબર છે, અને તેટલા માટે એવા ગુરૂ બનવા માટે પહેલાં ગ્યતા મેળવવી જોઈએ છે.
આવીજ રીતે “શિષ્ય કેને કરવો,” આ પ્રશ્ન પણ વિચારણીય છે. શિષ્યને માટે ઘણું ઘણું યોગ્યતાઓ જેવાની છે. અને તે ચોગ્યતાઓ હવે પછી આપણે જોઈશું.
૨૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com