________________
સમયને ઓળખો.
( ૭ ) ગયા અંકમાં આપણે જોઈ ગયા છીએ કે- દીક્ષા આપનાર ગુરૂમાં કયા કયા ગુણે હેવા જોઈએ. કારણ કે યોગ્યતા વિનાના ગુરુ” ગુરૂ બનીને શિષ્યનું શું કલ્યાણ કરી શકવાના હતા ? અત્યારે આપણે અનેક સ્થળે જોઈ રહ્યા છીએ કે કેટલાક ગુરૂઓ કહેવાય તે જરૂર છે કે તેઓ આટલા શિષ્યના ગુરૂ છે, પરંતુ તેઓના અમાનુષી અત્યાચારથી જુલ્મથી શિષ્ય અંદરના અંદર શેકાયા કરે છે. અને લજજા કે ભયના કારણે છૂટી પણ શકતા. નથી. કેટલાક ગુરૂઓ પિતાનું કર્તવ્ય નહિ સમજવાના કારણે પોતાના શિષ્યના હૃદમાં યથાયોગ્ય વૈરાગ્યની પુષ્ટી પણ કરી શકતા નથી. બલ્ક સ્વયં નિરક્ષર ભટ્ટાચાર્ય હેવાથી શિષ્યોની જ્ઞાન પ્રાપ્તિને પણ પ્રબંધ કરી શકતા નથી. કેટલાક ગુરૂઓ સાધારણ રીતે પંડિત હોવા છતાં વાણિયાઓની પંચાયતમાંથી ફુરસદ મેળવી શકતા નથી, અને તેથી પોતાના શિષ્યને બ્રાહ્મણ પંડિતેના હાથમાં સેપે છે. ન્યાય, વ્યાકરણ પણ બ્રાહ્મણ પંડિત ભણાવે, જૈન તત્ત્વજ્ઞાન પણ બ્રાહ્મણ પંડિત ભણાવે, અને આગમને અભ્યાસ પણ બ્રાહ્મણ પંડિત જ કરાવે. આનું પરિણામ શું આવે ? એ કઈ પણ બુદ્ધિમાન સ્વયં સમજી શકે તેમ છે. આગમનાં ગુઢ રહસ્ય, કે જેને સમજવામાં સારા સારા વિદ્વાન સાધુઓ પણ–ગુરૂગમતા પૂર્વક નહિ. ભણવાથી–નથી પ્રાપ્ત કરી શકતા, તે રહસ્ય આપણે એક અજાણ પંડિત પાસેથી શિષ્યોને આપવાની આશા રાખીએ એનો અર્થ શો ? અગર ગુરૂ વિદ્વાન છે તે તેમનું શું એ કર્તવ્ય નથી કે તેમણે પોતાના શિષ્યોને સૂત્રને ગંભીર અર્થ સમજાવો ! પરતુ છીંકણીના સડાકામાંથી અને વાણીયાની પંચાયતમાંથી ફુરસદ મળે ત્યારે શિષ્યોને ભણાવેને !
૨૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com