________________
દીક્ષા.
-
-
-
-
આમ જુદી જુદી દષ્ટિએ તપાસતાં ગુરૂઓ પોતાનું કર્તવ્ય નહિ બજાવવાનું જ મેટે ભાગે પરિણામ છે કે આજકાલ ન્હાના હાના સાધુઓમાં સ્વચ્છંદતાને ઝેરી પવન ફુકાએલો છે.
ગુરૂઓની અયોગ્યતાનું એક એ પણ પરિણામ છે કે, તેઓ પિતાના સ્વાર્થની આગળ સામુદાયિક નુકસાનને જોઈ શકતા નથી. ચાહે દુનિયાને ઉતારજ કેમ ન હોય, પરંતુ “કેઈ પણ ચેલે હાથ આવે છે,” એવા વિચારમાં તેઓ ફરતાજ રહે છે. એનું જ એ કારણ છે કે એક સમુદાયથી બહિષ્કૃત થયેલ, ચારિત્રથી પતિત, નિરક્ષર, પેટલીવિજય, કે ભાતવિજય સાધુજ કેમ ન હોય, બીજા સમુદાયમાં જશે કે તેને ઝટ સંગ્રહી લેશે. અને પોતાની સાથે ફેરવશે. આવી રીતે “સ્ટ, ઈ રોડ, મનુમતિને વિ કલ. ” વાળી કહેવતને ચરિતાર્થ કરનારા પણ આપણા મહાન ગુરૂઓ ક્યાં નથી જોવાતા ? આમ કરવામાં માત્ર તેઓનું એકજ લક્ષ્ય હોય છે, અને તે એ કે ગમે તેવો કાણો કૂબડે, ગમે તે રેટલાખાઉ, ગમે તે અક્કલને એથમીર, ગમે તેવો અડબંગ સાધુ હશે, પરંતુ એમ તે કહેવાશે કે ફલાણા મહારાજ પાસે આટલા સાધુઓ છે? ફલાણા મહારાજ-ફલાણ આચાર્ય આટલા સાધુઓ સાથે પધાર્યા છે! બસ, આજ દષ્ટિ. પરંતુ તેઓની આ ભવૃત્તિ સામુદાયિક સંગઠનને કેટલી કુઠારાઘાત સમાન નીવડે છે, અને તેઓ વિચાર કરતા નથી. એક ગુરૂના શિષ્યને બીજા ગુરૂઓ સંગ્રહવા લાગ્યા છે, એનું જ એ પરિણામ છે કે શિષ્યોમાં ગુરૂઓ પ્રત્યે જે બહુમાન-વિનય-વિવેકાદિ હોવાં જોઈએ, તે રહેતાં નથી. કારણ કે શિષ્ય એમ સમજે છે કે-ગુરૂજી જરા ટડપડ કરશે, તે લેખ દંડકમંડલને ચાલતા થઈશું. અને બીજે કયાંય જઈ બેસીશું. જેમ નાતરાની છૂટ જે કામમાં હેય, તે કેમની સ્ત્રી સ્વતંત્રપણે રહે
૨૦૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat