________________
સમયને આળખા.
કરતા નથી. સાધુઓ સમજે છે કે-અમે દીક્ષા ન આપીએ અને એ ચાર કે પાંચ ચેલાએ સાથે આગળ આગળ દડા લઈને આસ્તે કદમ ન ચાલીએ, ત્યાં સુધી અમારા સાધુત્વને લેાકેા ક્રમ જાણે ? એ-પાંચ ચેલા સાથે નહિ હોય તો અમારાં સામૈયાં ક્રમ થશે ? અમારા ગુરૂ કેમ જ્યાં જાય છે ત્યાં ઢોલ-તાંસાં વાગે છે ! ત્યારે અમે શુ કમ છીએ ! અમે પણ જુદા વિચરીએ અને એ પાંચ ચેલા અને એ પાંચ ચેલીઓને સાથે લઇ કાઇ સારા ગામમાં પ્રવેશ કરીએ તે અમારૂ પણુ સામૈયું ન થાય શું ! અમારી આગળ પણ માણÀાની ભીડ ન જામે શું !
વિગેરે ઇચ્છાઓને આધીન થઇ યાગ્યતા કે અયેાગ્યતાને ખ્યાલ કર્યો સિવાય જે આવ્યા તેને મૂળે છે. ખરી રીતે, તેઓ એક શિષ્ય તરીકે ગુરૂના ચરણકમળમાં રહેવાના ગૌરવ કરતાં, ગુરૂ બની એ ચાર ભાર ઉઠાવનારા ચેલાએ અને એ ચાર કપડાં ધાઈ આપનારી કે ઓધા દ્વારા બનાવી આપનારી ચેલીઓને સાથે લઇ ફરવાના ગૌરવને વધારે મહત્ત્વનું સમજે છે, પણ સાચી રીતે તે તેમની યાગ્યતાની કિ ંમત અહિં અંકાઇ જાય છે. કારણ કે તે ગુરૂના ચરણ સેવન કરતાં શિષ્યના ચરણુ સેવનને અને શિષ્યાની મનાવટા પતાવટને વધારે મહત્ત્વ આપે છે, એમની આ યશેાભિલાખાએજ એમની ચેાગ્યતા (!)નું સાચું સ્વરૂપ પ્રકટ કરે છે.
આવી બાહ્ય ઇચ્છાને આધીન થઇ ઘણા ખરા સાધુએ શિષ્યા માટે જે ધમપછાડા કરે છે, જે ઉપદ્રવે। મચાવે છે, જે અપમાન સહે છે, જે વૈમનસ્યાને જન્મ આપે છે, જે અધમ પમાડે છે, એ બધી બાબતે અત્યારે કાઇથી અજાણી નથી. અને આનું એજ પરિણામ છે કે—આજ ગૃહસ્થવ પૈકીના ઘણા ખરો
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com