________________
દીક્ષા.
ભાગ આવા ઉપદ્રવોથી ત્રસ્ત બન્યો છે અને પરિણામે સારા કે બેટા તમામ સાધુઓ પ્રત્યે અરૂચિભાવવાળો થયો છે. વિચારવાનું માત્ર એટલું જ છે કે જેઓના હૃદયમાં કેવળ શાસનની જ દાઝ છે, જેઓ બીજાના કલ્યાણનેજ માત્ર ચાહે છે અને જેઓને પોતાના ચારિત્ર્યના પ્રભાવ ઉપર પૂર્ણ વિશ્વાસ છે, તેઓને આટલી ધમપછાડ કરીને દીક્ષા આપવાની ઇચ્છાઓ થાય ખરી કે ? પરંતુ ખરી વાત તે એજ છે કે–મહત્વાકાંક્ષાઓ-લેભલાલચે તેમના ઉપર સવાર થયેલી હોય છે, અને તેનું જ એ પરિણામ છે કે તેઓ પિતાની ચોગ્યતાને જરા પણ ખ્યાલ કર્યા સિવાય અને દીક્ષા લેવા આવનારની પણ યોગ્યતા તપાસ્યા સિવાય ગમે તેટલી ધાર્મિક કે સામાજિક હાનિને નહિ જોઈને દીક્ષા આપવા માટે તૈયાર થાય છે. પરન્તુ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દરેક સાધુએ, બીજાને દીક્ષા આપવા અગાઉ પોતાની યોગ્યતાનું માપ કાઢવાની જરૂર છે. પિતામાં ગુરૂ બનવાની યેગ્યતાનું માપ કાઢવાની જરૂર છે. પિતામાં ગુરૂ બનવાની યોગ્યતાનો છો ન હોય, અને બીજા
ને મૂંડવા-ચેલા બનાવવાથી શું ફાયદો ? અને પિતામાં યોગ્યતાને અભાવ છતાં બીજાને દીક્ષિત કરે છે, એને અર્થ જ એ છે કે એ જાણી જોઈને બીજાના જીવનને કૂવામાં ડૂબાવવા ચાહે છે. “ બીજાનું ગમે તે થાય. હું તો અમુક ચેલાઓને ગુરૂ કહેવાઈશ ” એવી ઈચ્છા માત્રથી દીક્ષા આપનારનું હદય કઈ અધમસ્થિતિએ પહોચેલું હોવું જોઈએ, એ કઈ પણ સહૃદય વિચારી શકે છે.
ઉપરના વૃત્તાન્ત ઉપરથી કોઈએ એમ સમજવાની ભૂલ નજ કરવી કે “હું દીક્ષાને વિરોધી છું . નહીં, હું પોતે દીક્ષિત છું અને હું દીક્ષાને-ભાગવતી દીક્ષાને મનુષ્ય માત્રના કલ્યાણનું પરમ
૨૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat