________________
દીક્ષા.
માર્ગ બતાવવાનું છે. દીક્ષા લેવી એટલે જગતના કલ્યાણ માર્ગમાં પ્રવૃત્તિવાળા રહેવા છતાં “ જલ કમલવત સંસારની પ્રલોભન શક્તિએથી નિર્લેપ રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાનું છે. “દીક્ષા ” લેવાની આ જવાબદારીને ખ્યાલ માત્ર પણ નહિં કરી શકનાર દીક્ષા લેવાને યોગ્ય જ કેમ કહી શકાય ? અને કદાચ લે તો પણ પિતાની આ જવાબદારી નહિં સમજી શકનાર પિતાના કર્તવ્યમાં
આરૂઢ છે, એમ માની લે કેમ શકાય છે અને જ્યારે, જે માણસ પિતાના કર્તવ્યમાં આરૂઢ નથી-કર્તવ્યથી યુત છે, એને એ દૃષ્ટિમાં નિહાળ-જો, એ કયાં સુધી એગ્ય છે, એને વિચાર દરેક બુદ્ધિમાન મનુષ્ય કરી શકે છે.
દીક્ષાનું માહામ હમેશાંથી સંસારમાં ચાલ્યું આવે છે. દીક્ષા ” પ્રત્યે–દીક્ષિતે પ્રત્યે-ગૃહસ્થનો હમેશાંથી પૂજ્યભાવ ચાલુ રહ્યો છે. ઉત્તમ ગુણેને ધારણ કરનાર ગૃહસ્થ પણ “ દીક્ષિત ” ને દેખતાં શિર ઝુકાવશે. રાજા કે મહારાજા, શેઠ શાહુકાર, ગરીબ કે તવંગર, સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ધ ગમે તે હશે, જ્યાં તે દીક્ષિતને દેખશે, પિતાનું ઉત્તમાંગ મસ્તક ઝુકાવશે. કદાચ કાછ અભિમાની બાહ્યદષ્ટિથી શિર નહિં નમાવે, તે હૃદયનું નમન તે જરૂર કરશે જ કરશે. પણ તે શા માટે ? એને વિચાર, કોઈ દિવસ દીક્ષિતે “ ભાગવતી દીક્ષા ” ના ઉપાસકે કરે છે કે ગમે તે ગૃહસ્થ-વિરક્ત અને વતી ગૃહસ્થ પણ સમજે છે કે “ આ અમારાથી ગુણોમાં હેટા છે, અમે છ કાયના કૂટામાં–આરંભ સમારંભમાં ફસાએલા છીએ, જ્યારે આ મહાત્મા તેનાથી દૂર છે. અમે સ્ત્રી પુત્ર પરિવારના મેહમાં ફસાઈ માત્ર તેની જ રક્ષાના સ્વાર્થમાં ફસાએલા છીએ, ત્યારે આ ગુરૂદેવ જગતના ઉપકારમાં જ પોતાનું જીવન ખપાવી રહ્યા છે. અમે ઇન્દ્રિયલેલુપતામાં લાલચે બનેલા
18
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com