________________
સમયને ઓળખે.
પ્રભાવના કે ધર્મની ઉન્નતિનાં બહાના બતાવી ભેળા ને ભમાવી પૈસાનું પાણી કરાવવું, એ શું મહાવીરની આજ્ઞાનું પાલન છે? કેવળ પિતાની સત્તા કાયમ રાખવા માટે તીર્થોની કે સંઘની પણ બેદરકારી કરવી, એ શું મહાવીરની આજ્ઞાનું પાલન છે ? લેભવૃત્તિએને તૃપ્ત કરવા માટે ધર્મની ક્રિયાઓમાં ટેકસો રાખવા રખાવવા અને તે નિમિત્તે દ્રવ્યસંગ્રહ કરે -કરાવે, એ શું મહાવીરની આજ્ઞાનું પાલન છે ? મહાવીરને પ્રત્યેક પૂજારી મહાવીરની આજ્ઞાઓનું કેટલું પાલન કરે છે, એને સ્વયં વિચાર કરી લે. અને જ્યાં સ્વયં આજ્ઞાનું પાલન નથી, ત્યાં મહાવીરના નામની ઘંટડી વગાડ્યા કરવી, જય બોલાવ્યા કરવી, એ કયાં સુધી સાર્થક છે એનો વિચાર ડાહ્યા માણસો સ્વયં કરી શકે તેમ છે. મહાવીરની પ્રથમ આજ્ઞા રાગ-દ્વેષને કમ કરવાની છે. ખરું કહીએ તે જૈનધર્મીનું પ્રથમ લક્ષણજ રાગદ્વેષને પાતળાં કરવાં એ છે, પરંતુ જ્યાં રાગ-દ્વેષની પ્રબળતા હોય, અને ઈષ્યોગ્નિ રાતદિવસ પ્રજવલિત રહેતું હોય, ત્યાં જૈનત્વ છે-મહાવીરના પૂજારીપણું છે, એ કેમ માની શકાય ? મહાવીરના પૂજારીઓ વિચારશે કે આપણામાં રાગ-દ્વેષની ન્યૂનતા કેટલી થઈ છે ? અરે, અમારા ત્યાગી મહાત્માઓજ પહેલાં વિચારે. રાગદ્વેષની પ્રબળતા સિવાય બીજું શું કારણ છે કે-ગણ્યાગાંઠયા ચારસો સાધુઓ પણ પોતાનું સંગઠન નથી કરી શકતા ? રાગદ્વેષ અને ઈષ્યોની પ્રબળતા સિવાય બીજું શું કારણ છે કે આજે આપણા તીર્થો આવી ભયંકર સ્થિતિમાં આવી પડવા છતાં બધા સાધુઓ મળીને કોઈ પણ જાતના એક નિશ્ચય ઉપર નથી આવી શકતા ? રાગદ્વેષ અને ઈષ્યની પ્રબળતા સિવાય બીજું શું કારણ છે કે–સખાવતે બહાદુર ગણાતી જૈન સમાજમાં એક પણ આદર્શ સંસ્થા હયાતી ભગવતી નથી ? રાગદ્વેષ અને ઈષ્યની પ્રબળતા સિવાય બીજું શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com