________________
(૨૨)
ગુરૂડમવાદ.
જુદા સમયમાં, જુદા જુદા દેશોમાં જુદા જુદા વાદ ઉત્પન્ન થાય છે. અર્થાત કોઈ વખત બુદ્ધિવાદનું બળ વધે છે, તે કોઈ વખત વિજ્ઞાનવાદ વધે છે. કેઈ વખત આત્મવાદની સત્તા જામે છે, તે કોઈ વખત સામ્યવાદ શ્રેષ્ઠ ગણાય છે. કોઈ વખત શ્રદ્ધાવાદ તે કઈ વખત ક્રિયાવાદ, અને કઈ વખત જ્ઞાનવાદ તે કઈ વખત સત્તાવાદ વધી પડે છે. આવાજ “વાદ” માં એક ગુરૂમવાદ પણ છે. ભારતવર્ષના એક ખૂણાથી બીજા ખૂણા સુધી અત્યારે જે કોઈપણ “વાદ”નું જોર ફેલાયું હોય તે તે ગુરડમવાદ છે. તેમાં પણ જૈનસમાજમાં તે આ ગુરડમવાદનું અત્યારે એકછત્ર સામ્રાજ્ય થયું હોય તેમ જોવાય છે.
Il
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com