________________
સમયને ઓળખે. થાય છે ? શું ચારિત્રને વાસ્તવિક આનંદ મળે છે ! અને જ્યાં વાસ્તવિક આનંદ જ નથી. તેમ સાધુ થવાના ઉદ્દેશની પૂતિ નથી,
ત્યાં જીવનની સાર્થકતા શી ? અને એવી અવસ્થામાં તો કષ્ટસ્તો ન થવા જેવું નહીં તે બીજું શું છે ?
વળી કેટલાક તે એમ બહાનાં કાઢે કે શું કરીએ ! શ્રાવકેને અત્યન્ત આગ્રહ છે. આ જરા ફલાણું ફલાણું કામ બાકી છે, તે પૂરાં કરવાનો આગ્રહ કરે છે. અમારા હાથે શરૂઆત થઈ છે, માટે પૂરૂં પણ અમારા હાથે જ કરવાનું શ્રાવકે કહે છે.”
પરંતુ આમાં નરી કપટપટુતા સિવાય બીજું કશું નથી હોતું. જેમને પોતાના ચારિત્રના રક્ષણની ભાવના છે, જેમના હૃદયમાં પરોપકારની ઉત્કૃષ્ટ ઈચ્છાઓ રહ્યા કરે છે, જેમને શાસનની વાસ્તવિક પ્રભાવના કરવાની અભિલાષાઓ છે, તેઓ આવાં બંધનેને તૃણવત સમજે છે. ખરી વાત તે એ છે કે તે ક્ષેત્રો અને ગૃહસ્થો ઉપરનો મેહ છડાતો નથી. જે તે મેહ દૂર થાય, તે સંસારના ત્યાગી મહાત્માઓને કોઈની પણ પ્રતિબંધકતા નડતી નથી.
આ પ્રસંગે અમારા મુનિવર્ગે જગદગુરૂ શ્રીહીરવિજયસૂરિ મહારાજનું દૃષ્ટાન્ત ખાસ કરીને સ્મરણમાં લાવવા જેવું છે. હીરવિજયસૂરિ ગુજરાતનાં જ ઉત્પન્ન થયા, અને ગુજરાતમાં જ વિચર્યો. ગુજરાતનાં જ આહારપાણ એમના જીવનને બંધ બેસતા થઈ પડ્યાં હતાં પરંતુ જે વખતે અકબર બાદશાહે ફત્તેપુર સીકરી પહોંચવાને માટે નિમંત્રણ મોકલ્યું અને અમદાવાદ, ખંભાત તથા ગંધારના આગેવાને સૂરીજીને એવા વિક્ટ પ્રદેશમાં નહિ જવા માટે આગ્રહ કરવા લાગ્યા, તે વખતે સૂરિજી મહારાજે આખા સંઘને કયા શબ્દોથી પ્રતિબંધ કર્યો હતો, એની ખબર છે ! શ્રાવકેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com