________________
એમાં શું ?
આગળ ચૂપ થવાના, અને જેની પાસે “એમાં શું ” નું શસ્ત્ર હશે, તે અવશ્ય વિજય મેળવશે.
એક નવયુવકને સંવત્સરીના દિવસે પણ પ્રતિક્રમણ ન કરતો જોઈ, તમે તેને કહે કે “ભાઈ, આજે તે પ્રતિક્રમણ કરવું જોઈતું હતું. ” તે જવાબ અપાશે-“ એમાં શું ?” મજાલ નથી કે-તે પછી તમે એક શબ્દ પણ ઉચ્ચારી શકે. એક ગરીબ માણસને કેાઈ વ્યાપારી છેતરતો હોય, તેને જોઈ તમે તેને કહે કે-“ આમ ગરીબોને ચૂસ, તે ઠીક કહેવાય ?” જવાબ મળશે–“એમાં શું ? ” બસ, પછી તમે કઈ નહિં કહી શકે ! એક પુરૂષ પરમાત્માની પૂજા કરતાં આશાતના કરતે હેય, તેને તમે કહે કે “ ભાઈ જરા ઉપગ પૂર્વક પૂજા કરેને; ” જવાબ મળશે “એમાં શું ” બસ, તમારાથી કંઇ નહિં બોલી શકાય ! આવી જ રીતે કોઈ સાધુ પોતાના ધર્મથી વિરૂદ્ધ વર્તન કરતા હોય, તેને તમે કહે-“ મહારાજ, આપનાથી આમ થાય, ” જવાબ મળશે “ એમાં શું ? ” બસ, ખતમ. એક શબ્દ પણ તમારાથી કંઈ નહિં કહી શકાય. “ એમાં શું ” માં અપૂર્વ ચમત્કારિતા છે.
પરંતુ ભૂલવું જોઈતું નથી કે- એમાં શું” એ શસ્ત્ર બાહ્યદષ્ટિએ જરૂર વિજય અર્પણ કરાવે છે, પરંતુ એ શસ્ત્ર ખરેખરૂં “આત્મઘાતી ” છે, “એમાં શું” ના શસ્ત્રમાં એક એવું વિષ રહેલું છે કે, તેના ઉચ્ચારણની સાથે જ આત્માના ગુણોને વાત શરૂ કરે છે. અને એનું જ એ પરિણામ છે કે આજે કોણ ગૃહસ્થ કે કેણ સાધુ, અને વર્ગમાં મહેટે ભાગે નહિ ઇચ્છવાયેગ્ય શિથિલતા બલ્ક પતિતતાને પ્રવેશ થઈ ચૂક્યો છે. “આચાર હીનતા કિની શરૂઆત ખાસ કરીને “ એમાં શું ” જ કરાવે છે. જે વખતે મનુષ્યના હૃદયમાં આ ભાવ-“ એમાં શું ” ને ભાવ-ઉત્પન્ન થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com