________________
* એમાં શું ? કિયા કરનાર જરૂર સારા છે. અને તે વાત બિલકુલ સાચી છે કે કેવળ શ્રદ્ધાના બળે પણ કઈ પણ વસ્તુને પકડી રાખનારા કે ન કે સમયે તે ક્રિયાની વાસ્તવિકતાને આનંદ અનુભવી શકે છે. પરતુ જેઓએ ક્રિયાને સર્વથા છોડી છે–જેઓ સર્વથા હાથ ધોઈ બેઠા છે, તેમને માટે એ વાત સર્વથા અસંભવિત થઈ ગયેલ હોય છે.
સંસારમાં કોઈ પણ એવો ધર્મ નથી કે જેના અનુયાયીઓને માટે એક યા બીજી રીતે કંઇને કંઇ ધાર્મિક ક્રિયાઓ કરવાની ફરજ ન રાખવામાં આવી હોય. આ ક્રિયાઓના મહત્વને નહિં સમજનારાઓ અથવા સમજવા છતાં “ પ્રમાદ ' કે એવા બીજા કારણે નહિં આચરી શકનારાઓએ “એમાં શું ? ” કહીને પિતાને બચાવ અવશ્ય કર્યો છે-કરે છે, પરંતુ તેઓની સ્થિતિ કેટલી નીચી હદ સુધી પહોંચી ગયેલી હોય છે, એ બતાવવાની આવશ્યકતા નથી.
- ગૃહસ્થની દશાને તે બાજુ ઉપર મૂકીએ. સાધુઓની દશા જોઈએ તે તેમાંથી પણ આપણને “એમાં શું' એ શસ્ત્રના ઘણા ચમત્કાર જેવાના મળશે.
દરેક ધર્મના ધર્મશાસ્ત્રોનું જે બારીકાઈથી અવલોકન કરીએ તે લગભગ તમામ ધર્મના સાધુઓને એક સરખેજ આચાર માલુમ પડશે. મનુસ્મૃતિ અને એવા હિંદુધર્મનાં બીજાં શાસ્ત્રોમાં સાધુએને આચાર જોઈએ છીએ તે બરાબર જૈન સાધુઓના આચાર જેજ મળે છે.
પરતુ હિન્દુ સાધુઓની અત્યારે શી સ્થિતિ છે, એ કેઈથી અજાણ્યું નથી. ગાંજો, ભાંગ, ચરસ, ગાડી, મેટર, ઘરબાર બધું – ધીરે ધીરે તેમાં પ્રવેશ્ય છે, જે અયોધ્યા, બનારસ અને એવાં તીર્થસ્થાને કે જ્યાં હિંદુ સાધુઓના મોટા મોટા અખાડા છે, ત્યાંની સ્થિતિ જોતાં કોઈને પણ અંતરાત્મા એમ બેલી ઉઠયા વિના
૧૮૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat