________________
સમયને ઓળખે. છે, ત્યારે તે ભૂલનો પ્રારંભ કરે છે અને એ નિમિત્તે કરેલી એક ભૂલ બીજી સેંકડે ભૂલેને જન્મ આપી આખરે પતિતતાની સ્થિતિએ પહોંચાડે છે.
ખૂબ સ્મરણમાં રાખવું જોઈએ કે કઈ પણ વસ્તુને અધઃપાત એકદમ થતું નથી. ધીરે ધીરે શિથિલતા વધે છે, અને પછી પરિણામે છેક નીચી સ્થિતિએ પહોંચી જવાય છે. પરંતુ આમ નીચે ઉતરતાં ઉતરતાં પણ મનુષ્ય “ એમાં શું ” ને આશ્રય લેતા જાય છે. આ આશ્રય જ એવો છે કે જે નીચે જતાં બચાવત નથી, પરંતુ નીચે તરફ ઔર ધક્કો મારે છે. વિવેકશન્ય મનુષ્ય “ એમાં શું ” ની આ ઘાતક શક્તિને જોઈ શકતા નથી.
આપણે આ વાતને ઉદાહરણ સાથે જરા વધારે સ્પષ્ટતાથી. જોઈએ.
આચાર–બાહ્ય ક્રિયાકાંડ-એને સંબંધ પણ આત્માની સાથે રહેલો છે. એ વાતને આજકાલના કહેવાતા સુધારક માનવાને તૈયાર નથી થતા. તેઓ એમ સમજે છે અને કહેવાને તૈયાર થાય છે કે- એમાં શું પડયું છે ? આત્માને વિચાર કરવો જોઈએ. ” એમની આ માન્યતાનું જ એ પરિણામ છે કે આજકાલ મોટે ભાગે કેટલાક ગૃહસ્થવર્ગમાં પૂજા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ,. તપ, વિગેરે તરફ અભિરૂચિ કમ જોવામાં આવે છે. તેઓને આ સંબંધી કંઈ કહેવામાં આવે તો માત્ર એજ જવાબ આપશે કે. “ એમાં શું ? ” પરંતુ એમના આ “ એમાં શું ” એ તેમને કેટલી હદે મૂકી દીધા છે, એમને આત્મા કેટલે શુષ્ક બની ગયા છે, આત્મસ્વરૂપના ચિંતનથી કેટલે રહિત બની ગયો છે, એને જ્યારે તેઓ એકાન્તમાં બેસી વિચાર કરે તો એમને સ્પષ્ટ સમજાય કે અમારા કરતાં માત્ર શ્રદ્ધાથી પણ,. કંઇને કંઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com