________________
સમયને ઓળખો. મેવાડ માલવામાં અનેક મન્દિરનાં બારણાં બંધ થયાંજ ન હત, બંગાળ અને મગધ જેવા પ્રદેશમાં આટલે માંસાહાર વધતજ નહિં, બંગાળની લાખે ની સંખ્યામાં હયાતી ધરાવતી “સરાક જાતિ જૈનધર્મથી વિમુખ થતે જ નહિ.
અમારા મુનિવર્ગ ક્ષેત્રોની પસંદગી કયાંની કરવાની છે ? જે ક્ષેત્રને પિતાના ગરાસ તરીકે માની રાખ્યાં છે ત્યાંની ! જ્યાં ખૂબ દાળ ગળે છે ત્યાંની ! જ્યાં પોતાની ઈચ્છા મુજબ આહાર અને વસ્ત્રની પ્રાપ્તિ થાય છે ત્યાંની ! જ્યાં ચેલા ચાપટ વધારવા માટે છેકરાઓ નસાડી–ભગાડી શકાય ત્યાંની ! જ્યાં ધર્મના નામો ઢાંગે રચી મન ફાવ્યું કરી શકાય ત્યાંની ! અને અમે ઉપાશ્રયો પણ એજ પસંદ કરીશું કે જેને અમારા મઠ તરીકે માની લીધેલ છે અને જ્યાં બેસનાર શ્રાવકેની પાસે ગમે તેવી અસંભવિત-અસત્ય વાતને પણ સંભવિત અને સત્ય કહેવરાવી શકીએ છીએ.
અમને દરકાર નથી કોઈ રાજાને જૈન બતાવવાની, અમને દરકાર નથી જૈનધર્મની વાસ્તવિક પ્રભાવનાની. અમને દરકાર છે અમારી પ્રભાવનાની, અમને દરકાર છે અમારી ઇચ્છાતૃપ્તિઓની, પછી તે ધર્મના સ્વાંગ નીચે કરાવીએ કે ગમે તે નિમિત્તે. અમને જગતના પ્રાણિયાને શુદ્ધશ્રાવક બનાવવાની જરૂર નથી. અમારે માટે તે શ્રાવકો બહુ છે કે જેમને અમે અમારી ઝોળીમાંથી બાચકા ભરી ભરીને સમકિત આપ્યું છે, અને અમારા સિવાય બીજાને ગુરૂ નહિ માનવાના–અરે, સાધુ પણ નહિ માનવાના નિયમો કરાવ્યા છે.
બસ, અમારે માટે તે ક્ષેત્રે, તે ઉપાશ્રય અને તે શ્રાવકે કાફી છે. અમારે તે બીજું જગત જેવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com