________________
સમયને ઓળખો. જપાદિ થઈ શકે, બીજા જીવો ધર્મ પામે, અને શિક્ષા આદિ સમાજોપયોગી કાર્યો થાય.”
એ શુભદષ્ટિથી ક્ષેત્રોની પસંદગી કરવી જોઈએ.
પરંતુ વર્તમાન સમયમાં તે ઘણે ભાગે આ બંને વર્ગના ઉદેશ્યોમાં ફર્ક પડી ગયેલું જોવાય છે.
કઈ પણ ગામના આગેવાને મુનિરાજોને વિનતિ કરવા અગાઉ વિચારે છે કે –
એવા સાધુને આપણે લાવે કે જેઓ આપણી હા એ હા કરે. અને આપણો દેર સંધ ઉપર ચાલે છે એ બરાબર ચાલ્યા કરે. ”
વળી સાથે એ પણ વિચારે છે કે-“ એવા ચલતા પૂરજા સાધુને લાવો કે જેની ખટપટથી સંઘમાં ઉપજ સારી થાય. આમ મુનિરાજોને વિનતિ કરવામાં જેમ શ્રાવકે પિતાનો ઐહિક સ્વાર્થ સાધવાની દૃષ્ટિ રાખે છે, તેવી જ રીતે મુનિરાજે પણ વિચારે છે કે
એવા ગામમાં માસું કરીએ કે જ્યાં મન ધાર્યું કાર્ય કરી શકાય. શ્રાવકે આપણા વળના હૈય, શિષ્યાદિને પંન્યાસાદિ પદવી આપવી હોય તે ખૂબ ધુમધામપૂર્વક આપી શકાય. અથવા સ્વયં આચાયાદિ પદવી લેવી હોય તે બધા સમ્મત થાય. ઉપધાનાદિ ધૂમધામે મનમાની રીતે કરી શકાય, અને તેની ઉપજ આપણે જ્યાં રાખવી હોય ત્યાં રાખી શકાય.”
આવી રીતે મુનિરાજે પણ પહેલેથી વિચાર કરે છે. આ પ્રમાણે અને વર્ગનાં લક્ષ્ય ચૂકાયાં છે. ધર્મબુદ્ધિ-ઉપકારની લાગણીથી કેટલા સાધુઓ ચેમાસાં કરે છે અને કયા શ્રાવકે માસાં કરાવે છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com