________________
इतो प्रष्टस्ततो नष्टः જનાર ગૃહસ્થ કે સાધુ કોઈ પણ પિતાનું ધાર્યું કાર્ય કરી શકતા નથી. બલકે તેઓની સ્થિતિ અને પ્રદત્તો ન જેવીજ થાય છે. દાખલા તરીકે વર્તમાન સ્થિતિ. વર્તમાન સમયમાં આટલા આટલા આચાર્યો, પંન્યાસ, મુનિરાજે હોવા છતાં અને ગૃહસ્થવર્ગમાં પણ સમયાનુસાર સારા સારા ધનાઢયો હોવા છતાં જોઈએ તેવી ઉન્નતિ થઈ શકતી નથી, એનું શું કારણ છે ? એકજ કારણ, કે બને વર્ગ તિપિતાનું લક્ષ્ય ચૂકેલ છે, દાખલા તરીકે ચતુમસને સમયજ આપણે જોઈએ.
ચતુમસ નજીક આવવાનું થાય છે, એટલે ગૃહસ્થ પોત પોતાના ગામમાં મુનિરાજોને લઈ જવા માટેની તૈયારી કરે છે.
જ્યારે મુનિરાજે પણ ક્ષેત્ર પસંદ કરવાને ઉત્તમ આદરે છે. પરંતુ આ બનને વર્ગમાં પોત પોતપોતાનું લક્ષ્ય ભૂલાયું છે એ ભાગ્યેજ કોઈ જોઈ શકે છે. | મુનિરાજેને આગ્રહપૂર્વક વિનતિ કરી પિતાના ગામમાં ચતુમસ કરાવવામાં શું હેતુ હોવો જોઈએ, એ સંબંધી આપણે વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે–
મુનિરાજોના રહેવાથી શાસનપ્રભાવનાનાં કાર્યો થાય, ધર્મક્રિયાઓ થાય. વ્યાખ્યાન-વાણુધારા જિન પ્રવચનને લાભ મળે, ધર્મચર્ચા દ્વારા નવાં નવાં તત્તનું જ્ઞાન મળે, કુરિવાજો દૂર થાય, આત્મશુદ્ધિ થાય, અને સારી સારી તપસ્યાઓ થાય. ” આજ હેતુ મુનિરાજેને ચતુર્માસ રાખવાને હવે જોઈએ.
તેવીજ રીતે મુનિરાજે પણ ક્ષેત્રોની પસંદગી એટલા માટે કરે કે –
શાતિપૂર્વક ચારિત્રની આરાધના થાય; જ્ઞાન ધ્યાન તપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com