________________
ગુરૂમવાદ. રહી. એમણે ગુરૂડમવાદિના ઉપદ્રવને આસાનીથી વધાવી લેવા કમર કસવી જ જોઈએ. એમણે જગતના કલ્યાણને માટે કેશરીયાં કરવાં જ જોઈએ. એમણે સત્યે તૂથ પ્રિય શ્યતિ ન સૂયાન રમણિય એ નીતિને સ્યાદાદની દષ્ટિથી નીહાળી નગ્ન સત્ય કહેવાને બહાર પડવું જ જોઈએ. મારા નમ્ર મત પ્રમાણે આવા ગુરડમવાદિથી જગતને સાવધાન કરવા માટે એક ટુકડીએ બહાર પડવાની જરૂર છે. આવી એક ટુકડી કેવળ આજ કાર્યને માટે ફકીરી લઈને બહાર નીકળે અને ગામે ગામ, શહેરે શહેર, ગલીયે ગલીયે અને બજારે બજારે જાહેર વ્યાખ્યાને ધારા, છૂટાં હેંડબીલે અને ટ્રેકટ દ્વારા, સભાઓ અને સોસાઇટી દ્વારા જૈન સમાજના પ્રત્યેક અંગમાં રહેલે સડે અને તે કેની દ્વારા થઈ રહ્યો છે ? શા માટે થઈ રહ્યો છે ? એ સડાઓને દૂર કરવાના વાસ્તવિક શા શા ઉપાય છે ? એ બધી હકીકત જરા પણ દાક્ષિણ્ય કે શેહ રાખ્યા સિવાય, જરા પણ મીઠું મરચું કે એપ ચઢાવ્યા સિવાય જ નગ્ન સત્ય રૂપે પ્રકાશ કરવું જોઈએ. પરંતુ સબુર, આવું કામ માથે લેનારાઓએ સાચા આદર્શ બનવાની જરૂર છે. સત્યની મૂર્તિ બનવાની જરૂર છે. સાચા ત્યાગી બનવાની જરૂર છે. જો આમ યોગ્યતા પ્રાપ્ત કરીને એક ટળી બહાર પડે તે જરૂર ગુરૂડમવાદિથોનું જોર ઓછું થાય. અને સમાજ કાંઈક પોતાનું કર્તવ્ય સમજતી થાય. શાસનદેવ એવા ગુરડમવાદિને બુદ્ધિ આપે, એ જ ઈચ્છી વિરમું છું.
૧૬૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com