________________
રૂમવા,
ભટ, વસ્તુપાલ, તેજપાલ, ભામાશા અને કર્મચંદ્ર જેવા સત્તાધારી જૈન મંત્રિયો ધારતે તે આજના કંગાલ સત્તાધારી જૈન ધનાઢયે અને કહેવાતા કેળવાયેલાઓ કરતાં કેટલાએ ગુણ પિતાને ગુરૂડમવાદ ફેલાવી શકતે ! પરતુ નહિ. તેઓ પિતાને ધર્મન, સમાજના, અને સાધર્મિક ભાઇના એક સેવક તરીકે સમજતા હતા. બીજા ભાઈઓની ઉન્નતિમાં જ પિતાની ઉન્નતિ અને અને કીર્તિ સમજતા હતા. આવી રીતે જૈન રાજાઓ અને મંત્રિઓજ નહિં; પેથડશા, ઝાંઝણ, ઝગડુશા, જગસિંહ, ભામાશાહ, જાવડ ભાવડ સારંગ અને એમાહડાલિયા જેવા ધનાઢયેએ ગુરૂડમવાદ તો નહોતે જ ચલાવ્યું. તેઓ બીજા સાધારણ સ્થિતિના લેકને કઈ ચીજ નહિ સમજવાનો સત્તામદ તે હેતા જ રાખતા. આવી જ રીતે ભદ્રબાહુસ્વામી, ઉમાસ્વાતિવાચક, હરિભદ્રસૂરિ, રત્નપ્રભસૂરિ, કાલિકાચાર્ય, બપભાદ, સિદ્ધર્ષિ મહારાજ, યશોભદ્રસૂરિ, મલવાદી, માલધારી હેમચંદ્રાચાર્ય અને હીરવિજયસૂરિ આદિ મહાન પ્રભાવક આચાર્યો એવા થઈ ગયા છે કે જેમની આગળ અત્યારના આચાર્યો અને સાધુઓ ચરણરજ સમાન જ ગણી શકાય. તે મહાન આચાયો આખા સમાજ ઉપર પિતાની સત્તા ધરાવી શકતા હતા. સમાજનું એક પાનું પણ એમની આજ્ઞા સિવાય ન હાલી શકે, એવી સત્તા અને યોગ્યતા રાખતા હતા, પરંતુ કોઈ કહી શકે તેમ છે કે તેમણે સમાજમાં ગુરૂડમવાદ ચલાવ્યું હતું ? ખરી વાત તો એ હતી કે તેઓ પોતાના મહત્ત્વ કરતાં શાસનનું મહત્ત્વ વધારે સમજતા હતા. તેમને પિતાની કીર્તિ કરતાં શાસનની કીર્તિ વધારે પ્યારી હતી. પિતાના રાગી કરતાં શાસનરાગી બનાવવાનું તેમને વધારે પસંદ હતું. પોતાના સ્વાર્થ કરતાં જગતનું કલ્યાણ તેમને વધારે ગમતું હતું, અને તે જ કારણ હતું કે-જેમ તેઓ આખી સમાજને અપનાવતા
૧૬૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat