________________
इतो भ्रष्टस्ततो नष्टः ઘણે વાદવિવાદ અને યુકિત થઈ ગયા પછી જગદગુરૂ હીરવિજયસૂરિ મહારાજે તમામ સંધને સમજાવતા કહ્યું હતું કે –
મહાનુભાવો ! તમારા બધાઓના વિચારે મેં અત્યાર સુધી શ્રવણ કયો છે. અને હું સમજું છું ત્યાં સુધી પિત પિતાના વિચારે પ્રકટ કરવામાં કોઈનો પણ ખરાબ અભિપ્રાય નથી. સૌએ લાભને ઉદેશ રાખીને જ પિતાના અભિપ્રાય બતાવ્યા છે. હવે હું મારે વિચાર જણાવું છું.
જો કે એ વાતનું અત્યારે લાંબું વિવેચન કરવાને પ્રસંગ નથી જ કે આપણા પૂર્વાચાર્યોએ કેવળ શાસનની સેવા માટે માન અપમાનની દરકાર રાખ્યા સિવાય રાજદરબારમાં પગપેસારો કરી કરીને રાજાઓને પ્રતિબંધ કર્યો હતે. એટલું જ નહિ પરતુ, તેઓ દ્વારા શાસનહિતનાં મહટાં મોટાં કામો કરાવ્યા હતાં. કણ નથી જાણતું કે-આર્યમહાગિરિએ સંપ્રતિરાજાને, બપ્પભટ્ટીએ આમરાજાને, સિદ્ધસેન દિવાકરે વિક્રમાદિત્યને અને કલિકાલ સર્વજ્ઞ પ્રભુશ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળરાજાને-એમ અનેક પૂર્વાચાર્યોએ અનેક રાજાએને પ્રતિબોધ્યા હતા. અને તેના પરિણામથી જૈનધર્મની અત્યારે આટલી જાહેજલાલી જોઈ શકીએ છીએ. ભાઈઓ, જે કે હું તો તે પૂજ્ય પુરૂષોની પગની રજ સમાન જ છું, તે પણ તે પૂજ્ય પુરૂષના પુણ્યપ્રતાપથી ચાય સુવિટોવચ એ નિયમાનુસાર કંઈ પણ શાસનસેવા માટે ઉદ્યમ કરવો, એ મારી ફરજ સમજું છું. વળી આપણા તે પૂજ્ય પુરૂષોને તે રાજ્ય દરબારમાં પગ પેસારે કરવામાં કેટલીક મુશ્કેલીઓ પડી હતી. અને આ તે સમ્રાટુ પોતે આપણને આમંત્રણ કરે છે. તે પછી આપણે તેના આમંત્રણને પાછું ઠેલવું, એ મને તે વ્યાજબી લાગતું નથી. તમે બધા સમજી શકે છે કે હજારે બબ્બે લાખો મનુષ્યને ઉપદેશ
12
૧૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat