________________
સમયને ઓળખે.
ગુરૂડમવાદ અથવા ગુરૂડમશાહી, એ “નાદરશાહી ” નો પ્રતિધ્વનિ છે. સત્તાના મદમાં મસ્ત બની બીજાને કચડવા, પિતાની સત્તાથી ગમે તેવા અધર્મો કે અત્યાચાર ફેલાવવા, ધર્મના કે પુણ્યના એઠા નીચે જુલ્મો કે અનીતિઓ કરવી, તેમ સ્વર્ગ-નરકની ચાવિઓ પિતાના હાથમાં જ હોવાનું લેકોને ભાન કરાવી ધર્મના નામે ગમે તેવાં કેસલાં ચલાવવાં, એ ગુરડમવાદિનું પ્રધાન લક્ષ્યબિંદુ હોય છે.
આ ગુરૂડમવાદના ઉપાસકે ન કેવળ ગૃહસ્થો જ છે, પરંતુ મહાવીરના વડીલ પુત્ર તરીકે દાવો કરનારા અને “મહાવીર' ના નામે જનતાને ભ્રમમાં નાખનારા કેટલાક સાધુઓ પણ છે. બધે એમ કહેવામાં આવે કે ગુરૂડમવાદને હોટે ભાગે પ્રચાર તેઓ દ્વારાજ થઈ રહ્યો છે તે તેમાં કંઈ ખોટું નથી.
સાધુ એટલે ત્યાગનું મંદિર; સાધુ એટલે પ્રેમની મૂર્તિ. સાધુ એટલે ઉત્તમ ચંદન, અને સાધુ એટલે સુગંધી પુષ્પ. સાધુને સાંસારિક ખટપટે સાથે શો સંબંધ ? સાધુને કલેશ અને ઝઘડાઓની શી જરૂર? સાધુથી ક્રોધાદિ કષાય કેમ કરી શકાય ? અને સાધુથી ભવ્યાત્માઓ ભાગતા કેમ ફરે? પણ અહિં તે “સાધુવાદ' નથી ‘સત્તાવાદ” છે. અહિં તે “ગુરૂડમવાદ” છે. અમે સાધુ એટલે અમારાથી બધુ થઈ શકે. સમરથ ના રોજ પુરા અમે સાધુ થયા એટલે સત્તાના મદમાં ગમે તેને ગમે તેવાં કટુવચને સંભળાવી શકીએ, અમે સાધુ એટલે શિષ્યને આગળથી મેકલી સામૈયાં અને ધુમધામ માટે પ્રેરણાઓ કરાવી શકીએ. અમે સાધુ એટલે સાચું કહેનારાઓ ઉપર પેટ ભરી આક્રમણ-આક્રય કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com