________________
સમયને ઓળખે.
पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः ॥
આ શ્લોકને પાઠ કરી ભગવાન મહાવીરને નમસ્કાર કરનારા આપણે એના રહસ્યને જરા યે વિચાર ન કરીએ, એ કેમ ઉચિત ગણાય ?
અને તેટલા માટે મહાવીરના પ્રત્યેક પૂજારીએ આજથી મહાવીરના જન્મ દિવસથી નિશ્ચય કરવો જોઈએ કે૧ હું મહાવીરના ધર્મને માનનારી પ્રત્યેક વ્યક્તિને અપનાવી
અને તેની સાથે કઈ પણ જાતને ભેદભાવ રાખીશ નહિં. ૨ મહાવીરના ધર્મની પ્રભાવનાનું કઈ પણ કાર્ય હશે તેના પ્રત્યે સહાનુભૂતિ પ્રકટ કરીશ, અને મારાથી બનતી કઈ પણ
મદદ દેવાને તૈયાર રહીશ. ૩ હું મહાવીરના કેઈ પણ પૂજારીની-પછી તે ગૃહસ્થ હોય કે
સાધુ-નિંદા નહિં કરું, તેમ ઈષ્ય પણ નહિં કરું. ૪ હું જેમ બનશે તેમ જગતના પ્રાણિ માત્ર સાથે મૈત્રીભાવ ધારણ
કરી તે આત્માઓને મારા આત્માની બરાબર સમજીશ, અને
તેમના પ્રત્યેના દ્વેષ ભાવથી દૂર રહીશ. ૫ હું મહાવીરના ધર્મને બદ્દો લાગે, એવું કામ કદિ નહિ કરું.
અર્થત મહાવીરના શાસનની અપભ્રાજના થાય, એવાં કાર્યોથી વેગળે રહીશ.
મહાવીરને પ્રત્યેક પૂજારી મારા આ નમ્ર નિવેદન તરફ ધ્યાન આપે અને યત્કિંચિત અંશમાં પણ તેનું પાલન કરવા પ્રેરાયા એટલું અંતઃકરણથી ઇચ્છી વિરમું છું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com