SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः ॥ આ શ્લોકને પાઠ કરી ભગવાન મહાવીરને નમસ્કાર કરનારા આપણે એના રહસ્યને જરા યે વિચાર ન કરીએ, એ કેમ ઉચિત ગણાય ? અને તેટલા માટે મહાવીરના પ્રત્યેક પૂજારીએ આજથી મહાવીરના જન્મ દિવસથી નિશ્ચય કરવો જોઈએ કે૧ હું મહાવીરના ધર્મને માનનારી પ્રત્યેક વ્યક્તિને અપનાવી અને તેની સાથે કઈ પણ જાતને ભેદભાવ રાખીશ નહિં. ૨ મહાવીરના ધર્મની પ્રભાવનાનું કઈ પણ કાર્ય હશે તેના પ્રત્યે સહાનુભૂતિ પ્રકટ કરીશ, અને મારાથી બનતી કઈ પણ મદદ દેવાને તૈયાર રહીશ. ૩ હું મહાવીરના કેઈ પણ પૂજારીની-પછી તે ગૃહસ્થ હોય કે સાધુ-નિંદા નહિં કરું, તેમ ઈષ્ય પણ નહિં કરું. ૪ હું જેમ બનશે તેમ જગતના પ્રાણિ માત્ર સાથે મૈત્રીભાવ ધારણ કરી તે આત્માઓને મારા આત્માની બરાબર સમજીશ, અને તેમના પ્રત્યેના દ્વેષ ભાવથી દૂર રહીશ. ૫ હું મહાવીરના ધર્મને બદ્દો લાગે, એવું કામ કદિ નહિ કરું. અર્થત મહાવીરના શાસનની અપભ્રાજના થાય, એવાં કાર્યોથી વેગળે રહીશ. મહાવીરને પ્રત્યેક પૂજારી મારા આ નમ્ર નિવેદન તરફ ધ્યાન આપે અને યત્કિંચિત અંશમાં પણ તેનું પાલન કરવા પ્રેરાયા એટલું અંતઃકરણથી ઇચ્છી વિરમું છું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035230
Book TitleSamayne Olkho Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy