________________
મહાવીરના પ્રત્યે પૂજારીને ! કારણ છે કે પોતાના સમુદાયના સાધુઓમાંના કેટલાક શિથિલાચારી અને સ્વચ્છંદી થઈ રહેવા છતાં તેના ઉપર કોઈ પણ જાતને અંકુશ રાખી શકતા નથી ? અને રાગદ્વેષ તથા ઈષ્યની પ્રબળતા સિવાય બીજું શું કારણ છે કે આટલા ન્હાના સમુદાયમાં પણ જુદા જુદા વાડાઓમાં ગૃહસ્થને ખેંચી જવાની તાણુતાણી થઈ રહી છે? વિચારવાની જરૂર છે. બહુજ વિચારવાની જરૂર છે. મહાવીરના પૂજારીઓમાં-વીતરાગના ઉપાસકેમાં આટલે દ્વેષ શોભે ? ધર્મ કે સમાજ ઉન્નતિનાં કાર્યોમાં પણ એક બીજાની સહાનુભૂતિ ન હેય, એક બીજાનું અનુમોબ ન હોય, એના જેવો ઈર્ષ્યાગ્નિ બીજે કયો છેષ્ઠ શકે ? જ્યારે આવી અવસ્થા છે, તો પછી આપણે કેમ કહી શકીએ કે આપણે મહાવીરના પૂજારીઓ મહાવીરની આજ્ઞાનું પાલન કરીએ છીએ ? અને જ્યાં મહાવીરની આજ્ઞાનું પાલન જ ન હોય, ત્યાં મહાવીર જયન્તી-વાસ્તવીક જયતી ઊજવી કે કેમ મનાય ?
અતએન મહાવીરના પ્રત્યેક પૂજારીએ મહાવીરનો ધર્મ અને મહાવીરની આશાઓ તરફ ધ્યાન આપીને જ પ્રત્યેક કાર્ય કરવાની જરૂર છે. મહાવીર આજ્ઞા કરે છે કે તમે જગતના પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખે. જયારે આપણે ઘરમાં પણ ભાઇઓ ભાઈઓમાં પણ વૈર વિરોધ અને ઈષ્યઓ રાખીએ, એ કેમ પાલવે ? મહાવીર આજ્ઞા કરે છે અને પિતાના વર્તનથી બતાવી આપે છે કે તમે તમારા દુમન ઉપર પણ તમારું ખરાબ કરનારા ઉપર પણ સ્નેહ કરે–તેને અપનાવો અને વેરનો બદલો વેરથી ન લેતાં શાંતિથી હો. જ્યારે આપણે અવૈરીને હિતકારીને પણ વૈરી માની ઈવ્યો અને દ્વેષથી એનું બુર કરવા રાતદિવસ મ રહીએ, એ કેમ શોભે ?
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com