________________
મહાવીરના પ્રત્યેક પૂજારીને !
શબ્દથી અહિં` આજ્ઞા 'થી મતલબ છે. મહાવીરની આજ્ઞાઓનુ પાલન એજ મહાવીરની સાચી જયન્તી. આ આજ્ઞાનું પાલન આપણે–મહાવીરના પૂજારીઓ કેટલુ કરીએ છીએ, એ પ્રત્યેક પૂજારીએ વિચારવું ઘટે છે.
કાઇ પણ પિતાને સાચા પુત્ર તેજ કે જે પિતાની આજ્ઞાનું પાલન કરે. કાઇ પણ માલીકના સાચા સેવક તેજ છે કે જે માલીકની આજ્ઞાઓને શિરોધાય ગણે. અને કાઇ પણ દેવના સાચા પૂજારી તેજ છે કે જે તે દેવની આજ્ઞાઓનું શિર સાટે પાલન કરે. આપણે તે મહાવીરના પૂજારી ! મહાવીર એટલે જગતના પિતા, મહાવીર એટલે જગતના માલીક. મહાવીરની આજ્ઞા એ આપણા માટે આપણુ સર્વસ્વ હાવું જોઇએ. મહાવીની આજ્ઞા એ આપણા માટે શિર સાટે પાલનીયા હાવી જોઇએ. આપણાં હાડકાં, ખૂન અને રામ રામમાં મહાવીરની આજ્ઞાપાલનનેા ભાવ આતપ્રાત થઈને રહેવા જોઇએ, અને તાજ આપણે મહાવીરના પૂજારી તરીકે શાભી શકીએ-દાવા કરી. શકીએ. આપણે જે કઈં કરીએ તે મહાવીરના માટે. મહાવીરની શાભામાંજ આપણી શાભા. નિહ કે આપણી શેશભાને મહાવીરની શાભા બતાવીએ. પરન્તુ અત્યારે શું થઇ રહ્યું છે ? કયાં છે મહાવીરની આજ્ઞાનુ પાલન ? પેાતાના સ્વાની ખાતર યશ-કીર્ત્તિના લેાભની ખાતર ધના ઓઠા નીચે ઢકાસલાએ ચલાવ્યા જવા, એ શુ મહાવીરની આજ્ઞાનું પાલન છે ? મહાવીરના વેષને નામે મેાજો ઉડાવવી, એ શુ મહાવીરની આજ્ઞાનું પાલન છે ? ઉત્સગને અપવાદ અને અપવાદને ઉત્સગ બતાવી સ્વાર્થ સાધવા રાતદિન તત્પર રહેવુ, એ શું મહાવીરની આજ્ઞાનું પાલન છે ? સમાજ કે જાતિનુ ગમે તે થાય, પરન્તુ પોતાના પટારા તર કરતા રાત દિવસ મચ્યા રહેવુ, એ શુ મહાવીરની આજ્ઞાનું પાલન છે ? પેાતાને પૂજાવવાની ખાતર શાસન
૧૫૭
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com