________________
સમયને ઓળખે.
લાખ કે તેથી વધુ રકમ કેળવણી નિમિત્તે-જૈનસંસ્થાઓને પિવાના નિમિત્ત–જૈનબાળકે અને યુવકને સુસંસ્કારી બનાવવા માટે ખરચવામાં આવે છે, ત્યારે હવે આટલા ખર્ચના પ્રમાણમાં જૈન સમાજ પ્રતિવર્ષ ફળ શું મેળવે છે, તે તરફ આપણે દૃષ્ટિપાત કરીએ.
સૌથી પહેલાં આવી સંસ્થાઓ કે જે બેકિંગની સાથે બાળકોને સ્વતંત્ર શિક્ષણ આપે છે તે તપાસીએ.
મારા ધારવા પ્રમાણે આવી સંસ્થાઓની હયાતિ આપણી સમાજમાં બહુજ ઓછી છે અને આવી સંસ્થાઓ જે છે તેની લાઇન જ જુદી છે. અને એટલું પણ હું તે જેતે આવ્યો છું કે જે સંસ્થાઓ પોતાના જ મુકરર કરેલા કેસ પ્રમાણે બાળકેને સ્વતંત્ર શિક્ષણ આપે છે, તેનું ફળ પણ સીધી કે આડકતરી રીતે જૈન- સમાજના જ ઉપયોગમાં આવ્યું છે અને આવવાનું. બનારસ પાઠશાળા આવી સંસ્થામાંની એક હતી. આ સંસ્થા એક જુદી જ લાઈનની હતી. અનેક વિન પસાર કરીને પણ આ સંસ્થાએ જે ફળ જૈન સમાજ આગળ ધર્યું છે, તે અત્યારે જૈન સમાજના જ ઉપયોગમાં આવી રહ્યું છે. ભલે તેમાંથી નીકળેલા વિદ્યાનો ગમે ત્યાં નોકરી કરતા હશે, પરંતુ એમણે બનારસ પાઠશાળામાં રહીને એવી વિદ્યા હાંસલ કરી છે, કે જે વિદ્યાને ઉપયોગ જૈનસાહિત્ય, જૈનધર્મ કે જૈન સમાજના લાભમાં જ થઈ રહ્યો છે અને થવાને. આવી જ પદ્ધતિની કે થોડા ફેરફાર સાથેની જે કઈ સંસ્થાઓ - અત્યારે હયાતિ ભોગવે છે, કિંવા થશે, તે જે સુવ્યવસ્થિત રીતે
ચાલી, તે તેનું ફળ જૈન સમાજના જ લાભમાં આવવાનું; પરતુ દિલગીરી છે કે એવી પદ્ધતિની સંસ્થાઓ આપણે ત્યાં કવચિત જ જોવાય છે. આવી પદ્ધતિની સંસ્થાઓમાંથી પણ જે જૈન સમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com