________________
મહાવીરના પ્રત્યેક પૂજારીને ! રીએ સમજવું જોઈએ છે કે આટલું માત્ર કર્યાથી જયન્તીના ઉત્સવની સાર્થકતા થાય તેમ છે ? શત્રુંજય, રાજગૃહી, મકસી અને એવાં ઘણું તીર્થો જ્યાં સુધી ભયમાં છે, તેના ઉપર બીજાઓના આક્રમણો છે, હજારો મહાવીરના પૂજારીઓને એક વખતના અન્નના પણ સાંસા છે, મહાવીરની હજારે પૂજારણ વિધવાઓને પવિત્રતાપૂર્વક જીવન વ્યતીત કરવાનાં સાધને ઉપસ્થિત કરી આપવામાં આવ્યાં નથી, હજારે નવયુવકે સાધના અભાવે શિક્ષાથી વિમુખ રહી ઉદરનિર્વાહની ચિંતામાં માર્યો માર્યો કરે છે, અને લાખો મનુષ્ય મહાવીરના પૂજારી થવાને ઉસુક હોવા છતાં આપણું અનુદારતાથી ઇચ્છા પૂર્ણ કરી શકતા નથી, ત્યાં સુધી ઉપરનાં કાર્યો કરવા માત્રથી કે મહાવીરના નામને ઘંટ વગાડી જયજયકાર પોકારવા માત્રથી
મહાવીર જયન્તી ” ની સાર્થકતા માનવી, એ સરાસર બ્રાતિજ છે. મહાવીર કે મહાવીરના શાસન સાથે સંબંધ રાખનારી બધી બાબતેનું બારિકાઈથી અવલોકન કરવાની જરૂર છે. જ્યાં સુધી મહાવીરના શાસનની બીજી બીજી વસ્તુઓ ભયમાં હય, આફતમાં હોય, ત્યાં સુધી વરઘેડા અને ઉત્સવોથી, ઉજમણું ને ઉપધાનેથી સભાઓ અને ભાષણથી, પૂજા અને પતાસાં-નાળીયેરની પ્રભાવનાએથી મહાવીરના શાસનની વાહવાહ કહેવડાવીએ, જયજયકાર બેલાવીએ અને ઢેલ તાસાં કે રજજાકનાં બેન્ડ વગડાવીએ; એ સમયને નહિં ઓળખવાની અજ્ઞાનતા જાહેર કરવા બરાબર કરીએ છીએ.
ખરી વાત તે એ છે કે-મહાવીરના પ્રત્યેક પૂજારીએ–પછી તે સાધુ હોય કે ગૃહસ્થ સમયને ઓળખી તીર્થોની રક્ષા માટે, જૈનધર્મના પ્રચાર માટે, જૈનધર્મમાં દાખલ થવા–મહાવીરના પૂજારી બનવા ઇચ્છનારા લેકેને અપનાવવા માટે અને જૈન સમાજના યુવકેને શિક્ષા તેમજ હુનર આદિમાં આગળ વધારવા માટે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com