________________
સમયને ઓળખે.
તન-મન-ધનને ભોગ આપવાની જરૂર છે, અને તે જ ખરી મહાવીર જ્યની છે. સમયને ઓળખ્યા સિવાય, કેવળ પિતાની વાહ વાહને માટે–પિતાના નાકને માટે, પોતાની મેટાઈને માટે વાજ વગડાવવામાં કે મિષ્ટાને ઉડાવવામાં લાઓને ધુમાડો કરાવી નાંખ-- વામાં આવે, અને કહેવું કે-આ તો મહાવીરના નામ માટે છે, મહાવીરના શાસન માટે છે, મહાવીરના ધર્મની ઉન્નતિ માટે છે, એ નરી દાંભિકતા નહિં તો બીજું શું છે ? ખરી મહાવીર જયન્તી, ઉજવવાને પ્રસંગ અત્યારે આવી ઉપસ્થિત થયો છે. એને માટે લાખોની સખાવત કરવા કોઈ વીરલ વીરને પૂજારી નીકળ્યો? આપણું તીર્થધન લૂટાઈ રહ્યું છે. સિદ્ધક્ષેત્ર જેવા પવિત્ર તીર્થ ઉપર આજ ભયંકર આફતનું વાદળ ઘેરાઈ રહ્યું છે, અને વિખેરાવવા માટે, એની સ્વતંત્રતા મેળવવા માટે કે સખાવતી વિર નીકળે? અત્યારે તે ખરી મહાવીર જયન્તી તે ઉજવવાની છે. જ્યાં સુધી આપણું પવિત્ર તીર્થ અને તીર્થો સ્વતંત્રતા પૂર્વક આપણા હાથમાં ન આવે, ત્યાં સુધી આપણા બીજા ઉત્સવો, એ ઉત્સવો રૂપે હોવા જ ન જોઇએ.
મહાવીર જયન્તીને બીજો પ્રકાર મહાવીરના ધર્મને પ્રચાર કર એ છે. મહાવીરને ધર્મ-જૈનધર્મ એ યુનિવર્સલ ધર્મ છે, જગતને ધર્મ છે, સર્વમાન્ય ધર્મ છે. છતાં એ ધર્મને માનનારા, આવા બુદ્ધિવાદના જમાનામાં ગણું ગાંઠી સંખ્યાના માણસ હોય, એનું કારણ શું છે? એનું કારણ સ્પષ્ટ છે. મહાવીરના પૂજારી તરીકે અભિમાન ધરાવનારાઓએ મહાવીરના ધર્મને પિતાને બાપીકે ધર્મ માની લીધો છે. એ ધર્મની શીતલ છાયામાં બેસવાને જાણે કે બીજા કોઈને હકજ નથી, અને કદાચ કોઈ એ ધર્મની એથે આવીને ઉભો યે રહે તે તેની સાથે કોઈ પણ જાતની છૂટ કે
૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com