________________
સંસ્થાઓ અને સંચાલકે. સમુચિત ફળ ન મેળવે, તે તેનું કારણ શું છે, તે હું હમણાં જ આગળ બતાવીશ.
હવે એવી સંસ્થાઓ કે જે બેગની સાથે બાળકોને સ્કૂલેના કાર્સ પ્રમાણે વ્યાવહારિક શિક્ષણ આપે છે. આ વિભાગમાં આપણાં બાળાશ્રમો, ગુરૂકુળ વિગેરેને સમાવેશ થાય છે.
આવી સંસ્થાઓ વર્ષોથી ચાલવા છતાં કંઇ પણ સંગીન ફળ પ્રાપ્ત થયું હોય એવું આપણે જોઈ શક્યા નથી. પ્રતિવર્ષ પાંચ પચીસ મેટ્રીક પાસ થનારા યુવકે નીકળતા હશે. પરંતુ સ્કુલમાંથી નીકળતાંજ તેઓ આર્થિક ચિંતાના ચક્કરમાં પડી જ જાય છે. દસ પાંચ વર્ષ એક સંસ્થામાં રહ્યા પછી પણ તેને ૧૫૨૦ રૂ. ની નોકરી માટે ધનિકનાં મહ તાકવાંજ પડે છે. એક દુકાનથી બીજી દુકાને યાચના કરવી જ પડે છે. જ્યારે તે પિતાના પેટ માટેજ એવી ફિકરમાં હોય છે, તો પછી સંસ્થા પ્રત્યેના પિતાના કર્તવ્યને તે કયાંથીજ યાદ કરે ? મોટે ભાગે લગભગ આવી સ્થિતિ પ્રાથમિક શિક્ષા લેનારાઓની થાય છે. એટલે જે ઇરાદાથી જૈન સમાજ હજારે કે લાખો રૂપિયાને વ્યય કરી આવી સંસ્થાઓ ચલાવે છે, એમાં જોઇએ તેવી સાર્થકતા તે નથી જ થતી.
ઉપર જે વિભાગની સંસ્થાઓ સંબંધી મેં ઉલ્લેખ કર્યો છે, એમાં ગુરૂકુળને પણ હું સમાવેશ કરું છું. ખરી વાત એ છે કેઆપણુ ગુરૂકુળાને ગુરૂકુળ કહી શકાય કે કેમ, એજ એક વિચારણીય પ્રશ્ન છે. પ્રાચીન ગુરૂકુળનાં જે વર્ણને આપણે વાંચીએ છીએ, એમાંની કઈ બાબત અત્યારનાં ગુરૂકુળામાં જોવાય છે?
ગુરૂકુળ એટલે ૮ વર્ષથી ૨૫ વર્ષ સુધી સંસારની વાસનાથિી બાળકને દૂર રાખી બ્રહ્મચર્ય પાલન કરાવવા પૂર્વક-શુદ્ધ સંસ્કારો નાખવા પૂર્વક વિદાધ્યયન કરાવનારા આશ્રમે અને તે પણ
૧૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat