________________
સમયને ઓળખે
આમ ફળની દૃષ્ટિએ જોતાં આપણે દરેક પ્રકારની સ્થિતિમાં બહુ ઓછું જ સતિષજનક કાર્ય થતું જોઈ શકીએ છીએ. આ ઉપરાન્ત પ્રત્યેક સંસ્થાને જે એક પ્રધાન ઉદેશ્ય હવે જોઈએ તે –ચારિત્ર–કેરેકટરના સંબંધમાં તો કંઈ લખવા જેવું રહેતું જ નથી. શું લખવું ? કેરેકટર-ચારિત્રને વિષયજ એક એવો છે કે જેના સંબંધમાં ચક્કસપણે કેઈથી કંઇ નિર્ણય થઈ શકે જ નહિ. તે પણ એટલી તે આપણે અવશ્ય આશા રાખી શકીએ કે જૈનસંસ્થાઓમાંથી–અને તેમાં પણ ખાસ કરીને એવી સંસ્થાઓમાંથી કે જેને સંબંધ બાળકનું ચારિત્ર નિર્મળ બનાવવા વરદ વધુ હોય છે નિર્મળ ભાવનાવાળા, નૈતિક જીવનવાળા અને સદાચારી યુવકે નિકળવા જોઈએ, પરંતુ આ સંબંધમાં જે કંઇ કિવદંતિ કરવા સાંભળીએ છીએ, તે જે સાચે હોય તે આ ફળ પણ સતિષકારક તે નથીજ. તો પણ આ વિષયમાં નિશ્ચિતપણે કંઇ ન કહી શકુ છતાં આપણી સંસ્થાઓમાંથી ત્યાગની ભાવનાવાળા સમાજ પ્રત્યેની કે ધર્મ પ્રત્યેની લાગણીવાળા યુવકે ખાસી સંખ્યામાં નિકળ્યા હેય, એવું તે નથીજ જેવાતું અને જે એવા યુવક નીકળ્યા હતા, તે આજે તમામ જૈનસંસ્થાઓ યોગ્ય કાર્યકર્તાઓના અભાવની જે ચિલ્લાહટ કરી રહી છે, એવી ચિલ્લાહટ કરવાનો પ્રસંગ નહિં જ આવતે.
આ પ્રમાણે બધી રીતે તપાસતાં આપણી સંસ્થાઓ નિમિત્તે જે ખર્ચ કરવામાં આવે છે, એના પ્રમાણમાં ફળ બિલકુલ નહિ જેવું જ મળી રહ્યું છે. અને નિરાશાજનક કાર્ય થઈ રહ્યું છે, એ તો સ્પષ્ટ જ છે, પરંતુ તેમ થવાનું શું કારણ છે? એ આપણે તપાસવું જોઈએ.
સૌથી પ્રથમ તે આપણી સંસ્થાઓનું એક સંગઠન બળ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com