________________
સંસ્થાઓ અને સંચાલકે. જેટલી સંસ્થાઓ તેટલાં બંધારણે. ચક્કસ બંધારણ પૂર્વકની અમુક સંખ્યામાં સંસ્થાઓ ચાલતી હોય અને તે બધી સંસ્થાઓનું એક સંગઠન બળ હોય તે મારા નમ્ર મત પ્રમાણે થાડા ખર્ચમાં અને વ્યવસ્થાપૂર્વક કાર્ય કરતી એ સંસ્થાઓ થોડા સમયમાં સારું ફળ બતાવી શકે. આવી રીતનું સંગઠન અને વ્યવસ્થિત બંધારણ નહિ હેવાનું જ એ પરિણામ છે કે, દસ પાંચ વર્ષ એક સંસ્થામાં રહીને નીકળનારા યુવકને ગુજરાનને માટે તે આમ તેમ ફાંફાં મારવાં જ પડે છે. સમયનું અવલોકન કરી, જેના બાળકોના ભવિષ્યને ખ્યાલ કરી તેવી જ પદ્ધતિ પૂર્વક આપણી સંસ્થાઓનાં બંધારણ બનાવવામાં આવતાં હોય, તે બાળકને-યુવકને સંસ્થામાંથી નીકળ્યા પછી પેટની કે કુટુંબની ચિંતાને પ્રશ્ન આ જ રહે, એટલે સંસ્થાએની વાસ્તવિકતા-ઉપયોગિતા સિદ્ધ કરવા માટે સૌથી પ્રથમ સંસ્થાઓનું સંગઠન અને બંધારણ મુકરર થવાની જરૂર છે.
સંસ્થાઓમાંથી વાસ્તવિક જોઈએ તેવું ફળ નહિ પ્રાપ્ત થવાનું બીજું કારણ સંચાલકોનું પણ છે. સંચાલકોને પ્રશ્ન જૈન સમાજ આગળ એક વિચિત્રભાવે ઉપસ્થિત થયેલ છે. આજે જેનસમાજની પ્રાયઃ દરેક સંસ્થા યોગ્ય સંચાલકોની માગણી કરી રહી છે. આપણે ત્યાં કયાં છે સંચાલકે? કયાં છે કાર્ય કરનારાઓ ? જે કે એ વાત ખરી છે કે-પ્રાયઃ દરેક સંસ્થા કમીટીના બંધારણપૂર્વક ચાલે છે. પરતુ કમીટીના સભ્યોમાં પણ જ્યાં સુધી એક બે વ્યક્તિઓ એવી ન હોય કે જે બધા એને પ્રેરણા કરે, અને સંસ્થાનાં તમામ અંગોનું નિરીક્ષણ કરે, બલકે એમ કહેવું જોઈએ કે સંસ્થાના આત્મા બનીને કામ કરે, એવી એક બે વ્યકિતઓ ન હોય ત્યાં સુધી કઈ પણ સંસ્થા પગભર થઈ શકતી નથી, અને તેનું સંચાલન પણ સમુચિત રીતે થતું નથી. અત્યારે આપણે સંસ્થાઓમાંની કેટલીક જે કંઈ
૧૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat