________________
સમયને ઓળખો.
માણસોથી કામ લેવું પડે છે. હું તે જરૂર કહું કે આવા મહાનુભાવાએ યોગ્ય પગાર લઈ ધાર્મિક કે સામાજિક સંસ્થાઓમાં કામ કરવામાં કંઈ પણ પાપ નથી. મારી ખાતરી છે કે જે માણસને. શાસનને પ્રમ છે, ધર્મની લાગણી છે. અને જે પિતાનું સમજીને કામ કરે છે તે ૧૦૦ નો પગાર લઈ સવાસનું કામ કરવાની જ દષ્ટિ રાખશે. અને આવી અવસ્થામાં સંસ્થાઓમાંથી કે પેઢીઓમાંથી પગાર લેવો કંઈ પાપકર્તા ન હોઈ શકે. હું માનું છું કે દરેક સંસ્થાના સંચાલકોએ આવા માણસોની શોધ કરી નિયુક્તિ કરવી: જોઈએ. કેવળ પૈસાના લોભની ખાતર કામ કરનારાઓથી સંસ્થાઓ કેવી બદનામ થાય છે, એનાં ઉદાહરણ આપવાની જરૂર છે જ નહિ. કેટલીક વખત એવું પણ બને છે કે માણસે પોતાને નિઃસ્વાચંપણે ઓનરરી તરીકે કામ કરવાનું સ્વીકારી કામ શરૂ કરે છે. પરંતુ આવા ઓનરરી કામ કરનારાઓનું ખર્ચ એક પગારદાર કરતાં –તેનાજ જેવી યોગ્યતા ધરાવનાર પગારદાર કરતાં સવાયું થઈ જાય છે. છતાં તે ઓનરરી કહેવડાવે છે અને સંસ્થાના સંચાલકે, પોતાને ઓનરરી કામ કરનાર મળેલ છે, એ ખેટ આડંબર બતાવવાની ખાતર એ સાચી વાત ઉપર ઢાંક પી છેડો કરી સમાજની આંખમાં ધૂળ નાખે છે. હું કહીશ કે આવા ઓનરરી કામ કરનારાઓ કરતાં પગારદાર નાકરે સારા છે અને સંચાલકોએ પણ આવી રીતે ખોટો. આડંબર રાખીને સમાજને ઠગવાના કાર્યથી દૂર રહેવું જોઈએ.
ટૂંકમાં કહું તે-આપણી સંસ્થાઓ નિમિતે જૈનસમાજ જે ખર્ચ કરી રહી છે, તેના પ્રમાણમાં ફલ ઘણું જ ઓછું, બબ્બે નહિ જેવું જ મળે છે, અને તેટલા માટે આપણી સંસ્થાઓનું સંગઠન કરવું જોઈએ, અને એક કમીટી મુકરર કરી સંસ્થાઓનું બંધારણ મુકરર થવું જોઈએ. તેમ તેની સાથે આપણા કેળવાયેલા સુખી.
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com