________________
સંસ્થાઓ અને સંચાલકે. અનુભવને સંપૂર્ણ લાભ આપણી સંસ્થાઓને આપવા આત્મભોગ આપે, તે શું ન બની શકે? પરતુ ઇચ્છાવૃત્તિઓ કયાં રેકાય છે ઃ
આવા મહાનુભાવે નહિં નીકળવાનું જ કારણ છે કે આપણી સંસ્થાઓને બધો આધાર કેવળ પગારદાર નાક ઉપર જ રાખવા પડે છે. આવા પગારદાર નોકરોમાં સદાચારી, નીતિપરાયણ અને બાળકોનાં જીવનને સુંદર રીતે ઘડવાની શક્તિ રાખનારા તેમજ જે સંસ્થાનું તે અન્ન ખાતા હોય તેને સ્વકીય તરીકે માની કાર્ય કરનારા કવચિત જ પ્રાપ્ત થાય છે, અને જ્યારે એવા નથી પ્રાપ્ત થતા, તે પછી તેનું પરિણામ સંસ્થાઓની કમબખ્તી સિવાય બીજું શું આવે ?
હા, જૈન સમાજમાં એક એવો વર્ગ છે કે જે પુખ્ત ઉમરે પહોંચેલ અને પિતાના ધંધાથી લગભગ રિટાયર થએલ અને ઠીક ઠીક કેળવણું પણ લીધેલ હોય છે. આવા મહાનુભાવો કદાચ આવી સંસ્થાઓની લગામે હાથમાં લે, તે સારું કામ કરી શકે; પરન્તુ આ વર્ગ ધાર્મિક શ્રદ્ધામાં એટલે ઉડે ઉતરી ગયેલ હોય છે કે-જૈનસંસ્થાઓમાં કામ કરીને પણ પગાર લેવામાં પાપ સમજે છે અને પગાર લીધા સિવાય પિતાના કુટુંબનું ગુજરાન ચલાવી શક તેમ નથી હોતા. એટલે તેઓ ન પગાર લઈને કામ કરી શકે છે અને ન ઓનરરી કામ કરી શકે છે. પરંતુ હું નથી સમજી શકતા કે ધર્મની આસ્થાપૂર્વક, લાગણીપૂર્વક પોતાનું સમજીને કામ કરીને પગાર લેવામાં શું પાપ સમાયેલું છે ? ધ્યાનમાં રાખવું જોઈએ કે એવા આસ્તિક-શ્રદ્ધાળુ લાગણીવાળા માણસો જે કામ કરી શકે છે, તે લોભીયા અને કેવળ પગારની દૃષ્ટિએ કામ કરનાર નોકરે નથી કરી શકતા. આપણું પેઢીઓ અને સંસ્થાઓમાં આવા જૈને નથી રહેતા, એનું જ એ કારણ છે કે જેવા તેવા અને ગમે તે ધર્મના
૧૪૮ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat