________________
સંસ્થાઓ અને સંચાલકો. એની જે પરિસ્થિતિ છે, તેનું અવલેકન કરી કંઈક વિચાર પ્રકટ કરીશ.
કોઈ પણ વિષયને જ્યારે વા વાય છે, ત્યારે લગભગ સર્વત્ર એક સરખો વાય છે. તેનું જ એ કારણ છે કે-દેખાદેખીથી કે આવશ્યકતા સમજીને-ગમે તે કારણે બધી સમાજમાં એક જ પ્રકારનાં કાર્યો કરવાની ધુન ચાલે છે. જૈન સમાજમાં અત્યારે જે સંસ્થાએ હયાતી ભોગવે છે, તે આવી અનુકરણપ્રિયતાનું પરિણામ કે આવશ્યકતા જાણવાનું પરિણામ છે, પરંતુ ઉપયેગીતા, અનુપગિતાને સવાલ હવે પછી વિચારવાને રાખીએ, તે પણ એટલું જરૂર કહી શકાય કે જૈન સમાજમાં મૂકવેતામ્બર સમાજમાં સંસ્થાઓની સંખ્યા અફસેસ કરાવનારી તે નથીજ. અથૉત શ્વેતા--
મ્બર મૂર્તિપૂજક સમાજની સંખ્યાના પ્રમાણમાં કાફી સંખ્યા સંસ્થાઓની છે. જો કે આથી પણ વધુ થાય તે એમાં ખોટું કે આશ્ચર્ય પામવા જેવું કઈ ન કહેવાય, કારણ કે સારી વસ્તુનું તે fધાર્ચ મધિ સ્ટમ્ જ કહી શકાય.
હવે આપણી આ બધી સંસ્થાઓને જે ચેડામાં થોડા વિભાગોમાં વિભક્ત કરવી હોય, તે તેના બે વિભાગો થઈ શકે. ૧ સ્વતંત્ર શિક્ષણ આપનારી બેડીંગે અને ૨ સ્કુલ કે કેલેજમાં શિક્ષણ આપનારી બેડશે. ત્રીજો વિભાગ એક
એ પણ છે કે જે સંસ્થાઓ કેવળ શિક્ષણ આપે છે–જેની સાથે બેડિંગ નથી હોતી. કહેવાની કંઇજ આવશ્યકતા નથી કે આ બધીયે સંસ્થાઓ કેવળ જૈન સમાજના જ દ્રવ્યથી ચાલે છે. આ સંસ્થાઓના નિમિત્તે જૈનસમાજ જે ખર્ચ ઉઠાવી રહી છે; એને અડસટ્ટો કાઢવામાં આવે તે માસિક લગભગ ૧-૨ લાખથી તે ઓછું નહિં જ હેય-- સંભવ છે કે તેથી વધારે પણ હોય. આ હિસાબે વર્ષે લગભગ ૨૦
૧૪ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat