________________
ધાર્મિક અભ્યાસ.
ખરે ધર્મ છે. ધર્મ, એ સિવાય બીજી શી વસ્તુ છે ? અને તેટલા માટે ક્રિયાકાંડ, એ પ્રત્યેક મનુષ્યને માટે–આત્મકલ્યાણમિલાવીને માટે જરૂરનું છે. મેક્ષનું સાધન કેવળ જ્ઞાન નથી, પરતુ જ્ઞાન અને કિયા બને છે, જ્ઞાનાદિયાં મા ! એટલે ક્રિયાકાંડને ઉપચોગી સૂત્રને અભ્યાસ પણ જરૂર છે. જે પ્રતિક્રમણદિને સ્વયં અભ્યાસ નથી કરતા તેમને જન્મભર પ્રત્યેક ક્રિયામાં પરતંત્રતા ભોગવવી પડે છે. બીજાની હામે તાકવું પડે છે. ઉપરાંત મહેદી ઉમરવા થવા છતાં–ખાસ ડાહ્યા અને વિચક્ષણ ગણવા છતાં કોઈ સમયે થડા કે ઘણા માણસની વચમાં સાધુ વંદન, કે પ્રતિક્રમણનાં -સત્રો બાલવાને પ્રસંગ આવે છે, ત્યારે તેઓને કેવા શરમીંદા થવું પડે છે, એ એમનો આત્મા જ જાણે છે.
અતએવા ધાર્મિક અભ્યાસ તો પ્રત્યેક જૈન બાળકને બાલ્યાવસ્થાથી જ કરાવો જોઈએ. એમાં બે મત હોઈ શકે નહિં. અને તેનું જ એ કારણ છે કે–આજ કાલ પ્રાયઃ પ્રત્યેક ગામમાં નહાની મહેાટી જૈનશાળા કાયમ થતી રહી છે, બલકે બોર્ડિંગમાં પણ અમુક સમય વિદ્યાથીઓને ધાર્મિક અભ્યાસ કરાવવામાં આવે છે એ ખરેખર પ્રશંસનીય છે,
પરંતુ આ પ્રસંગે હું એ સંબંધી મારે અંગત વિચાર પ્રકટ કરવા ઇચ્છું છું કે બાળકને ધાર્મિક અભ્યાસ કરા-વ શી રીતે ? અર્થાત અભ્યાસ કરાવવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ ?
ધાર્મિક અભ્યાસની મુખ્ય બે પદ્ધતિઓ આપણી નજર આગળ છે. એક પ્રાચીન પદ્ધતિ અને બીજી આધુનિક પદ્ધતિ. - પ્રાચીન પદ્ધતિને કમ એવો જેવાય છે કે બાલ્યાવસ્થામાં
૧૩૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat