________________
સમયને ઓળખે.
સૂત્રોને કંઠસ્થ કરાવવાં, અર્થ વિના, અને જ્યારે અર્થને ગ્રહણ કરવાની શક્તિ તેનામાં આવે ત્યારે અર્થ શીખવવા.
પરંતુ વર્તમાન સમયમાં મૉટે ભાગ આ પદ્ધતિને પસંદ નથી કરતા. આ પક્ષનું એવું કહેવું છે કે એક તો બાલ્યાવસ્થાથી કોઈ પણ વસ્તુ ગેખી નાખવાથી બાળકોના મસ્તકને જોર પડે છે. અને બીજું એ કે અર્થ વિનાની ગોખણપટ્ટી, એ પિપટને “ રામ રામ ' નું રટણ કરાવવા બરાબર છે. માટે કોઈ પણ સૂત્ર અર્થ સાથે ભણાવવું જોઈએ.
બીજા પક્ષનું કહેવું કેટલાક અંશે આપણે સત્ય માની શકીએ. એમની બને દલીલેમાં કંઇક સત્ય સમાએલું છે. બાળકોના મગજે ખૂબ વિકસવા દેવાં જોઈએ. ગોખાવીને તેમના મગજોને વજનદાર ન કરી નાંખવાં જોઈએ અને એ પણ ખરું છે કે રામ ” “રામ” નું રટણ પિપટને માટે શું કામનું છે ? જ્યાં સુધી કે તે “ રામ ” ને અર્થ ન સમજે, એવી જ રીતે માત્ર “નમો રિહંતા ? એટલું ગોખી નાખવાથી શું ? અને તેટલા માટે બાલ્યાવસ્થાથી જે જ્ઞાન આપવું, તે સાર્થ—અર્થ સહિત આપવું જોઈએ.
પરંતુ આની સાથે સાથે આપણે એ વિચારને ભૂલ જોઈતા નથી કે બાળકોનાં મસ્તિષ્ક અર્થને ગ્રહણ કરવાની શક્તિવાળાં કયારે બને છે ? આનો અનુભવ તેઓને વધારે હોય છે કે જેઓને નાનાં બાળકોને ધાર્મિક અભ્યાસ કરાવવાનું કામ પડયું હોય છે.
હું તે છેલ્લાં કેટલાંક વર્ષોથી જે કંઈ અનુભવ કરી રહ્યો છું, તેમાં મને તે સ્પષ્ટ જણાયું છે કે દસથી પંદર વર્ષની ઉમર સુધીના બાળકોમાં એવું કવચિત જ કઈ બાળક હોય છે કે જે અર્થને-ખાસ કરીને પ્રતિક્રમણાદિના સૂના અર્થને-વાસ્તવિક અર્થને-ગ્રહણ કરવાની શક્તિ રાખતું હોય.
૧૩ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com