________________
ધાર્મિક અભ્યાસ.
વ્યાકરણ” એ પદ્ધતિથી રચાયેલી બુકથી કામ લેવું જોઈએ. મારે માનવા પ્રમાણે “ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન ” તરફથી સંસ્કૃતની જે બુકે નીકળી છે, તે ઘણે ખરે અંશે આ કામ સારી શકે છે. આ પ્રમાણે થોડાક સંસ્કૃતના અભ્યાસ પછી જે ક્રિયાકાંડનાં સૂત્રે કંઠસ્થ કરાવવામાં આવે તે બાળકને જે વધુ મહેનત પડે છે, તે ઘણે અંશે ઓછી થાય. કદાચ આવી રીતે સંસ્કૃત અભ્યાસ ન જ કરાવી શકાય, તે કમમાં કમ મૂળ સૂત્રોની સાથે અને રટાવવાની તે પદ્ધતિ ન જ રાખવી જોઈએ. વિચારશક્તિ ખીલ્યા પછી–ઉમર લાયક થયા પછી માણસ કદાચ સંસ્કૃત ન ભર્યો હોય તે પણ કોઈના સમજાવવાથી અર્થનું ગ્રહણ આસાનીથી કરી શકે છે. અને તેમાં પણ જે તે સંસ્કૃત ભણેલ હશે તો તે પછી તે અર્થે સ્વયં ગ્રહણ કરી શકશે.
બાકી ખરી વાત તે એ છે કે-આપણે ત્યાં મૂળને મૂકી ડાળાને વળગવા જેવું બની રહ્યું છે. પ્રતિક્રમણાદિનાં સૂત્રો કે સંસ્કૃતના ગ્રંથ જાણવા હેય, તે તેને માટે એની મૂળ ભાષાનું જ્ઞાન કરવું પ્રથમ જરૂરનું છે. મૂળ ભાષા શીખેલા વિધાનને એવાં સૂત્રો કંઠસ્થ કરવાં કે એના અર્થો કરવા લગારે મુશ્કેલીભર્યા નથી થતા. તે સ્વયં તેને આસ્વાદ લૂંટે છે. જે માણસ એવાં નવાં સૂત્રો કે થે બનાવવાની શક્તિ ધરાવતે હેય, તેને તેવા ગ્રંથો માટે એકડે એકથી ભણવું પડે, એવું હેઈ શકતું નથી. એટલા માટે બાળકને એ ભાષાઓ-સંસ્કૃત-પ્રાકૃત ભાષા-ઉપર કાબુ મેળવાવો જોઈએ. આને માટે સૌથી સારામાં સારે ઉપાય એ કે જૈનેની પ્રત્યેક સંસ્થામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો વિષય દાખલ કરવો જોઈએ. તે ભાષાઓ ચલાવવી જોઈએ. ભલે કોઈ સંસ્થા વ્યાવહારિક જ્ઞાન આપવા માટે સ્થાપન થઈ હોય, પરંતુ તેની સાથે સાથે જેમ ધાર્મિક જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com