________________
સમયને ઓળખે. આપવામાં આવે છે, તેવી રીતે ચેડા ઘણા અંશે પણ સંસ્કૃતપ્રાકૃતનું જ્ઞાન આપવું જ જોઈએ. અને એનું જ્ઞાન આપ્યા પછી જ ક્રિયાકાંડનાં સૂત્રો કે પ્રકરણને અભ્યાસ કરાવવો જોઈએ. મૂળભાષાના જ્ઞાન સિવાય તેવા ગ્રંથે ટાવેલા વધુ સમય સુધી રહી શકતા નથી. આપણે જોઈએ છીએ કે-ઘણું લેકએ હાની ઉમરમાં પાંચ પ્રતિક્રમણ અને પ્રકરણે કરેલાં હોય છે; પછી મોટી ઉમર થતાં મુશ્કેલથી જ તેમાંનું કંઈ યાદ હોય છે. પરંતુ જે મૂળભાષા શીખીને તે વસ્તુઓ ભણવામાં આવી હોય તો તે ખસતી નથી. અને કદાચ ખસે, તે પણ તેના અર્થોનું રટણ તો તેને રહે જ છે. અને તે ગ્રંથ હાથમાં આવતાં તેને એર જ આનંદ આવે છે.
આપણે અત્યારે અનુભવીએ છીએ કે-જૈન સમાજની અનેક સંસ્થાઓમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ અત્યારે મોજૂદ છે. તેઓ અંગ્રેજીમાં જરૂર આગળ વધ્યા હશે, પરંતુ ઉપરની બે ભાષાઓસંસ્કૃત પ્રાકૃત–ના અનભિજ્ઞ હોવાથી–નહિં જાણનારા હેવાથી પિતાનાં શાસ્ત્ર જોઈ શકતા નથી, અને તેથી તેમને કોઈ પણ બાબતમાંબલ્ક જન તત્વજ્ઞાન સંબંધમાં પણ અંગ્રેજીને આશરે લેવો પડે છે. પછી તે અંગ્રેજી લખનારાઓએ ગમે તેવું લખ્યું હોય તેને * તમે શું ' માનીને જૈન સિદ્ધાન્તોની માન્યતાઓમાં શંકાશીલ થવાને પ્રસંગ આવે છે, પરંતુ જે આપણી સંસ્થાઓમાં વ્યાવહારિક જ્ઞાનની સાથે સંસ્કૃત-પ્રાકૃતને અભ્યાસ ખાસ કરીને કરાવાતો હોય તો તેઓને તે ભાષાના ગ્રંથો વાંચવામાં જરૂર રસ પડે. તેમ ક્રિયાકાંડનાં સૂત્રોમાં રહેલું રહસ્ય સમજવાથી તેઓની ક્રિયાભિરૂચિતા પણ જરૂર વધે.
દિલગીરીની વાત છે કે જૈનસમાજમાં અનેક બાળાશ્રમે, ડિગે, ગુરૂકુળ અને શિક્ષાલય હોવા છતાં આ બે ભાષાઓ ઉપર જોર આપનાર માત્ર શ્રી વીરતત્વ પ્રકાશક મંડળ જેવી એકાદ
૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com