________________
(૧૭)
अपरं वा किं भविष्यति ?
જનધર્મની પ્રાચીન જાણજલાલીનાં જેટલાં બણગાં આપણે કંકીએ છીએ, એના પ્રમાણમાં વર્તમાન પરિસ્થિતિને ખ્યાલ ઘણે ઓછો કરીએ છીએ. અને જ્યારે કેઈ વર્તમાન પરિસ્થિતિને ચિતાર ઉભો કરે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તે વર્તમાન પરિસ્થિતિ “નગ્યસત્ય” તરીકે કઈ આલેખી બતાવે છે, ત્યારે તેને આપણે સમાજના અને ધર્મના દ્રોહી તરીકે જાહેર કરીએ છીએ. અને બની શકે તે તેને પાછું પાડવા, તેને હેરાન કરવા આપણાથી બનતું કરીએ છીએ. આમ કરવાનું ખરું કારણ આપણી કમજોરી છે. તેટલા અંશમાં આપણે ગુન્હેગાર છીએ. જે કોઈ પણ વ્યક્તિનું કહેવું સત્ય જ છે, આપણે અંતરાત્મા સત્ય તરીકે જ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com