________________
સમયને ઓળખે. પરતુ મહાવીરના અનુયાયી તરીકે–જૈન ધમી તરીકે દાવો રાખનાર તમામે ચેતવાની જરૂર છે. સમય આવી લાગે છે. અધપાતનાં એક પછી એક લક્ષણો દષ્ટિગોચર થતાં જાય છે. આવી અવસ્થામાં પણ જૈન ધનાઢયો અને મુનિરાજે નહિ ચેતે તે નથી સમજી શકાતું કે જૈન ધર્મની શી દશા થશે ? જૈન સમાજની દુર્દશા કયાં જઇને અટકાશે ?
અતએવ ચેતે ! મુનિરાજે ! ચેતે ! ધનાઢ્ય ચેતે ! જેના ધર્મને બચાવવા માટે પ્રયત્નશીલ થાઓ ! એ પ્રાન્તમાં કે જ્યાં જૈનધર્મની ભાવનાઓથી લેકે વિમુખ થતા જાય છે, ત્યાં ગુરૂકુળ અનાથાશ્રમ, વિધવાશ્રમ, બાળાશ્રમ સ્થાપના કરે. અને જ્યાં જ્યાં જૈનસંસ્થાઓ હોય ત્યાં ત્યાં સૌથી પ્રથમ જૈનધર્મની તાલીમ આપવાની વ્યવસ્થા કરે. બીજી બધી બાબતેને અત્યારે ગૌણ કરે. દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવને ઓળખી કામ કરે -કરાવો. જૈનના બાળકને અજૈન સંસ્થાઓમાં શિક્ષા લેવા જવું પડે અને પછી ધીરે ધીરે તેઓ અન્ય સંસ્કારી બની જાય, એમાં જૈનધર્મીઓને ખરેખર શરમાવા જેવું છે. જૈનાચાર્યોએ તે હજારો-લાખ અર્જુનને જેની બનાવ્યા. અરે હજારે ગ્રીકોને જૈન બનાવ્યા. આજે ગણ્યા ગાંઠ્યા જેનોને પણ આપણે નથી સંભાળી શકતા ? અરે જૈનધર્મીઓ કીશીયન અને મુસલમાન થઈ રહ્યા છે ! કેટલી અફસેસની વાત કેટલે દુઃખનો વિષય ! ન માલૂમ આવાજ પ્રમાદ રાખતા રહીશું તે ધીરે ધીરે જે વા લિં મ તિ -બીજું શું શું થશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com