________________
સમયને ઓળખો.
જવાબ આપ્યો-“ જુલા, નાન, પરે સાત હૈ ” ખાનભાઈએ પીરભાઈને પૂછયું. આમ પૂછતાં પૂછતાં જ્યાંથી શરૂઆત થઈ હતી, ત્યાં સુધી આવ્યું, ત્યારે માલુમ પડ્યું કે આ તે બધું સ્વાભાવિક ભૂલનું પરિણામ હતું. - દરેક ધર્મવાળાઓમાં ઘણે ભાગે આવી જ રીતે ચાલુ થઈ ગયેલી કેટલીક ક્રિયાઓ ચાલી આવે છે. જૈન સમાજમાં પણ કેટલીક ક્રિયાએનું મૂળ તપાસવામાં આવે તે આમ જ પરે રહ્યી સતી દે ની કહેવતને ચરિતાર્થ કરવાવાળું મળશે. અર્થાત કાં તે અમુક કારણના લીધે એ ક્રિયા શરૂ થઈ હશે, અથવા કોઈની અજ્ઞાનતાના લીધે કોઈએ ક્રિયા કરી હશે, અને પછી બીજાઓએ તેનું અનુકરણ કરી તે ક્રિયા ચાલુ કરી હશે. છતાં ક્રિયાઓને પણ “અનાદિકાળથી ચાલી આવે છે. ” “ શાસ્ત્રોક્ત આ ક્રિયા છે. માટે આ ક્રિયા કેમ છેડી શકાય, અથવા, કેમ ફેરફાર કરી શકાય. ” એ આગ્રહ કરનારાઓ અત્યારે પણ એમાં મૌજુદ છે. “શું અમારા બાપદાદાઓ મૂર્ખ હતા, કે આ ક્રિયા કરતા આવ્યા ? શું તેઓમાંના કોઈને યે ન સૂઝયું કે આ ક્રિયા કાઢી નાખવી જોઈએ, અથવા ફેરફાર કરવું જોઈએ ? પછી આપણે કેમ કરી શકીએ ?” આવી જબરદસ્ત (!) દલીલ ઉપસ્થિત કરવામાં આવે છે. અને તે ક્રિયાઓને કાયમ રાખવા કોશીશ કરવામાં આવે છે. પછી તે ક્રિયા આ જમાનાને માટે ભલે સામાજિક કે ધાર્મિક હાનિક હેય.
આવી એક બે નહિ, પરંતુ અનેક પ્રકારની ક્રિયાઓએ ધર્મનું સ્વાંગ પકડી લીધું છે, કે જે સામાન્ય બુદ્ધિથી પણ આપણે તેને ધર્મની સાથે ન જ બેસાડી શકીએ.
ઘણું ગામમાં મુનિરાજે પધારે છે, અને તેઓ જે સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com